Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ SIT ની રચના કરો ! ઓલપાડ સહીત દક્ષિણ ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપર લગાઓ લગામ, વહીવટદારોની મીલીભગતની તપાસ કરી તેમની સંપત્તિ જપ્ત કરો : દર્શન નાયક

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 5846

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શન નાયકે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને કયાં મુદ્દે રજુઆત કરી……

વહીવટદારોની બુટલેગરો સાથેની સાંઠગાંઠ અંગે તપાસ કરી તેની બેનામી મિલકત અંગે તપાસ કરાવી યોગ્ય પગલાં લેવા બાબત.

સંદર્ભ ૧ :- મારી તા.૦૪/૦૧/૨૦૨૩ નાં રોજની ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત.

સંદર્ભ ૨ :- મારી તા.૦૧/૦૩/૨૦૨૩ ના રોજની ઓલપાડ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્તિથી જાળવવા માટે પગલાં ભરવા બાબતની રજુઆત.

સંદર્ભ ૩ :- મારી તા. ૨૮/૦૩/૨૦૨૩નાં રોજની ઓલપાડ તાલુકામાં અંગ્રેજી અને દેશી દારૂનું વેચાણ અને દેશી દારૂ ચાલતી હાટડીઓ બંધ કરાવવા અને દેશી દારૂની જાહેરમાં થતી હેરફેર અટકાવવા બાબતની રજુઆત.

સંદર્ભ ૪ :- મારી તા.૦૬/૦૪/૨૦૨૩ ના રોજની દેશી દારૂનાં ઉત્પાદનમાં વપરાતા અખાદ્ય તેમજ સડેલા ગોળનાં ગેરકાયેસર વેપાર કરનાર વેપારીઓની તપાસ કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવા બાબતની રજુઆત.

રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ફક્ત ગાંધીજીનાં સિધ્ધાંતોની માત્ર વાતો કરવામાં આવે છે,પરંતુ એમના સિધ્ધાંતોને અનુસરવાને બદલે એમના સિધ્ધાંતો અનુસરવા માટે યોગ્ય પગલાં લેવડાવવા જોઈએ,જે હાલમાં લેવાઇ રહ્યા હોય એવું લાગતું નથી.આવનારી પેઢીનું હિત સચવાય અને લોકોને સાચી દિશા મળે એ જરૂરી છે,પરંતુ જ્યારે સામાન્ય નાગરિક પોલીસ મથકે જાય અને તેને કોઈ પણ ફરિયાદ હોય તો તેણે એ ફરિયાદ કરતા પહેલા વહીવટદાર ને મળવું પડે એ કેટલું યોગ્ય..!

સુરતમાં સૌથી વધારે દારૂ ઓલપાડમાં વેચાઈ રહ્યો છે

દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂ અને દેશી દારૂનું સૌથી વધુ વેચાણ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં થાય છે. ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલ ગામોમાં આજે પણ મોટા પ્રમાણમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે.અહીં બુટલેગરોનું પ્રમાણ પણ સૌથી વધુ છે. નશાબંધીના કાયદાનું કડક પાલન ન કરાવવા બદલ પોલીસ અધિકારીઓ પણ સસ્પેન્ડ થવાના અનેક કિસ્સા મૌજુદ છે. જાગૃત નાગરિકો કે સામાજિક આગેવાનો દ્વારા વારંવાર ગૃહ વિભાગમાં ફરિયાદો કરવામાં આવે છે ત્યારે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરાય છે.

ઓલપાડમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી અને બેફામ બનેલા બુટલેગર અને વહીવટદારો ઉપર કોના આશીર્વાદ?

આજે પણ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી તેમજ વિદેશી દારૂ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.વિદેશી દારૂની કન્ટેનર,ટેમ્પો,ટ્રક સહિતના વાહનોમાં મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવી રહી છે.વારંવાર પોલીસ વિભાગમાં રજુઆત કરવા છતાં સ્થિત જેમ ની તેમ જ છે.સરકાર,સ્ટેટ વિજિલન્સ અને ગૃહ વિભાગ ગંભીરતાથી પગલાં લેવાની સૂચના કરે છે,પરંતુ ઓલપાડ તાલુકામાં પોલીસ વિભાગમાં કયા વહીવટદારો છે કે જેઓ દ્વારા સમગ્ર દારૂના ધંધાનું બુટલેગરોની સાથે સાંઠગાંઠના ખૂબ જ ખૂબીપૂર્વક મોનીટરીંગ કરવામાં આવે છે.આવા વહીવટદારો કોના આર્શીવાદ થી સમગ્ર વેપલા ને પ્રોત્સાહન આપી રહ્યા છે.એ તપાસનો વિષય છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સમગ્ર હકીકતથી વાકેફ હોવા છતાં કેમ આંખ આડા કાન કરે છે એ સમજાતું નથી.બુટલેગરોની સાથે રાજકીય પીઠબળ હેઠળ સમગ્ર દારૂનું ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ વહીવટદારો કરોડો રૂપિયા રાજકીય આશરા ને કારણે કમાઈ રહ્યા છે. જેને કારણે ઓલપાડ તાલુકામાં દારૂનું દુષણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે.

ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ જો તપાસ કરાવે તો બુટલેગર સાથે વહીવટદારોની મીલીભગતની પોલ ખુલી શકે

સમગ્ર વિભાગ લોકો આવા વહીવટદારોને ઓળખતો હોય છે તથા આવા વહીવટદારો પોતાના નામે બેનામી મિલકત,ફાર્મહાઉસ,મોટરકાર તેમજ વાહનો મોટી સંખ્યામાં ધરાવે છે,એ સિવાય અન્ય મિત્રો કે સંબંધીઓના નામે રોકાણ કરી કરોડોની સંપત્તિ ધરાવે છે. આવા વહીવટદારો બુટલેગરો અને ગુનેગારો સાથે મળીને મોટરકાર અને વાહનો તેમજ આર્થિક સંસાધનોનો દૂરઉપયોગ પણ કરી રહ્યા છે.સમગ્ર બાબતમાં ગૃહ વિભાગ અને પોલીસ વિભાગની આવા વહીવટદારોની કામગીરી ને કારણે બદનામી થઈ રહી છે. આપના માધ્યમ થી સમગ્ર વિભાગમાં આજે પણ તપાસ કરવામાં આવે તો,ઠેર ઠેર આવા બુટલેગરો ખુલ્લેઆમ લાખો રૂપિયાનો દારૂનો ગોરખધંધો ચલાવી રહ્યા માલુમ પડશે.દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે તેમ છતાં પોલીસ વિભાગે ચુપકીદી સેવી છે એ બાબત શંકા પ્રેરે તેવી છે.

પોલીસ સ્ટેશનમાં PI કરતા વધુતો વહીવટદારોનો દમ

પોલીસ મથકે જ્યારે કોઈ ફરિયાદ લઈને આવે છે ત્યારે આવા વહીવટદારો તેને પોલીસ સ્ટેશનમાં બોલાવી ને અરજદારો ને ધમકાવી ને સમાધાન કરીને આવી ફરિયાદોનો નિકાલ કરી રહ્યા હોવાની વાતો ઉઠી રહી છે,જો આ વાત સાચી હોય તો તેનાથી ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે એ વાત ચોક્કસ છે. ઓલપાડ તાલુકાના બુટલેગરો અને ગુનેગારો સાથે મળીને સાઠગાંઠ કરીને લાખો રૂપિયા કમાઈ છે,આવું કરવાથી બુટલેગરો અને ગુનેગારો ઓલપાડ તાલુકામાં બેફામ બન્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ સરકારને કરી હતી રજુઆત

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાનાં કૉંગ્રેસ પક્ષનાં નેતા શ્રી અમિતભાઇ ચાવડાજીના નેજા હેઠળ ઓલપાડ ખાતે અયોજીત “જન મંચ”ના કાર્યક્રમમાં પણ અનેક નાગરિકો દ્વારા ઓલપાડ તાલુકામાં નશાબંધીનાં કાયદાના પાલન બાબતે રજુઆત કરવામાં આવેલ હતી.ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતી દ્વારા સદર બાબતે પોલીસ વિભાગમાં ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત પણ કરવામાં આવેલ હતી,પરંતુ હાલમાં પણ સ્થિતિ જેમ ની તેમ જ છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે કરી SIT ની રચનાની માંગ

જેથી કોંગ્રેસના લડાયક નેતા તેમજ ખેડૂતોના સહકારી આગેવાન દર્શન નાયકે ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત પોલીસના DGP શ્રી વિકાસ સહાયને પત્ર લખી સમગ્ર બાબતે અવગત કર્યા છે. તેમજ તેમની પાસે થી માંગણી કરી હતી કે, આપશ્રી આ બાબતને ગંભીરતાથી લઇ સમગ્ર મામલે એક સ્પેશિયલ તપાસ ટીમની રચના કરી, આવા વહીવટદારોની મિલકત, તેના બુટલેગરો સાથે ના ટેલિફોનિક સંપર્ક,મોબાઈલ ટ્રેસ કરીને ઝીણવટપૂર્વક તપાસ કરી યોગ્ય દિશામાં દાખલો બેસે એવા પગલાં એક સ્વસ્થ સમાજના હિત માટે લેવા જોઈએ એવી અમારી માંગણી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ SIT ની રચના કરો ! ઓલપાડ સહીત દક્ષિણ ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપર લગાઓ લગામ, વહીવટદારોની મીલીભગતની તપાસ કરી તેમની સંપત્તિ જપ્ત કરો : દર્શન નાયક

Related posts

ગીર સોમનાથમાં લગ્નના વરઘોડામાં જાનૈયાઓએ બેફામ બની દારૂની છોળો ઉડાડી, સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ! વિડીયો

Phone: 9998685264.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Phone: 9998685264.

સુરત / વડાપ્રધાનનો જન્મ દિવસ ઉજવવા ઓલપાડ આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને કરાઈ માંગણીઓ! આવી રહ્યા છો તો અમારી 13 માંગણીઓનું નિરાકરણ લેતા આવજો : દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment