Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતનાં આશાસ્પદ યુવાનો માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, નિરાશ ના થાય યુવાનો તૈયારી ચાલુ રાખજો

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 334

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગત પરીક્ષામાં રહી ગયેલા નિરાશ ન થાય, તૈયારી ચાલુ રાખે: ટેકનોલોજી આધારીત પરીક્ષા લેવાનો અભિગમ

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે પોલીસ ભરતી સંદર્ભે ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે માટે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરેલ વિડીયો સીરીઝનું વિમોચન કરતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહવિભાગ હસ્તક પોલીસની ભરતી સંપૂર્ણ રીતે પારદર્શી રીતે યોજવા માટે નવતર અભિગમ દાખવીને ટેકનોલોજીના માધ્યમથી આ પ્રયાસ કરાયો છે જે ઉમેદવારોને ખૂબ જ ઉપયોગી નીવડશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણપણે પારદર્શક રીતે યોજવા કટીબદ્ધ છે અને આ સંદર્ભે ઉમેદવારોને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા વિડીયો સીરીઝ તૈયાર કરવામાં આવી છે.

જેમાં ઉમેદવારો કોઈપણ અફવા લેભાગુ તત્વોની ચુંગાલમાં ન ફસાય અને પોતાના ધ્યેય પર મકકમ રહે તેના માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને લોકરક્ષક ભરતી બોર્ડનાં અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી એલઆરડી અને પીએસઆઈ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓના મંતવ્ય, પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને ઉમેદવારોના મંતવ્યો લેવાયા છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજયમાં ગુણવતાયુક્ત પોલીસ બળ મળે તે માટે ગૃહ વિભાગ દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજયના ડી.જી.પી. ભાટીયાએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગ દ્વારા ભરતીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી રીતે યોજાઈ રહી છે. આ તકે પીએસઆઈ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય, એલઆરડી બોર્ડના ચેરમેન એચ.એસ.પટેલે પ્રાસંગીક ઉદબોધનો કર્યા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતનાં આશાસ્પદ યુવાનો માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, નિરાશ ના થાય યુવાનો તૈયારી ચાલુ રાખજો

Related posts

સુરત SCST સેલના ACP આર. કે. ઝાલા નિવૃત : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા ભવ્ય વિદાય અપાઈ

Phone: 9998685264.

વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, હરણીમાં 400 થી વધુ પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો! ટ્રક ડ્રાઈવરની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ

Phone: 9998685264.

સુરતમાં છેડતી મામલે વધુ એક હત્યાં, છેડતી કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા તરુણને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ

Phone: 9998685264.

Leave a Comment