Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત હાઇકોર્ટે એસઓપીના નિયમો લંબાવ્યા, અદાલતોમાં હજુ પ્રત્યક્ષ સુનાવણી નહી થાય

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 296

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અદાલતોમાં હજુ પ્રત્યક્ષ સુનાવણી નહીં થાય: આગામી ઓર્ડર સુધી હાઇકોર્ટે એસઓપીના નિયમો લંબાવ્યા છે. જ્યાં 100થી ઓછા કોરોના કેસ છે તેવા તાલુકાની કોર્ટોમાં શરતોને આધીન પ્રત્યક્ષ સુનાવણી થઈ શકશે. અગાઉની એસઓપી મુજબ રાજકોટ જિલ્લાની જામકંડોરણા, ભાયાવદર, જસદણ, કોટડા સાંગણી, લોધિકા, પડધરી, વિંછીયા એમ 7 તાલુકા કોર્ટો શરતો સાથે શરૂ થઈ હતી જોકે હવે પડધરી, વિંછીયા અને કોટડા સાંગણીની કોર્ટમાં જ ફિઝિકલ કાર્યવાહી થઈ શકશે.

હાઇકોર્ટની જે અગાઉની એસઓપી જાહેર થયેલી જેમાં જણાવાયું હતું કે, તમામ જિલ્લાઓમાં દરરોજ મોટી સંખ્યામાં કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, તે હકીકતને ધ્યાનમાં રાખીને, તારીખ 07.01.2022 ના પરિપત્ર દ્વારા, જિલ્લા અને ટ્રાયલ કોર્ટની કામગીરીને પ્રતિબંધિત કરવામાં આવી હતી અને તારીખ 07.01.2022 ના રોજ પરિપત્ર આવ્યો હતો. જેમાં આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ જિલ્લા અને તાલુકા અદાલતો વર્ચ્યુઅલ મોડમાં એટલે કે માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કાર્ય કરશે.

ત્યારબાદ ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલ અને વિવિધ તાલુકા બાર એસોસિએશનો તરફથી મળેલી વિનંતીઓના પ્રકાશમાં, જિલ્લા અને તાલુકા કોર્ટના કામકાજ પર દેખરેખ રાખવા માટે રચાયેલી SOP કમિટીની બેઠક તા.18.01.2022 ના રોજ મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોલાવવામાં આવી હતી, જેમાં અધિકારીઓએ હાજરી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સના સભ્યો સહિત અધિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ ડો. મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગના સચિવ અને કમિશનર ડો. જયપ્રકાશ શિવહરે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સમિતિએ અમુક જિલ્લાઓ જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ 100 કરતા ઓછા છે ત્યાં પ્રતિબંધો અને શરતોને આધીન ટ્રાયલ કોર્ટની મર્યાદિત ફિઝિકલ કામગીરી શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ સાથે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રાજ્યના જે જિલ્લા અને તાલુકામાં 100 થી ઓછા કેસ છે, ત્યાંની કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે નવી માર્ગદર્શિકા બહાર પડાઈ હતી. જે મુજબ, કડક પ્રતિબંધો સાથે આ નીચલી અદાલતોમાં 24 જાન્યુઆરી સોમવારથી જ ફિઝિકલ સુનાવણી શરૂ કરાઈ હતી. ગઈકાલે હાઇકોર્ટે ફરી એસઓપીને લંબાવવાનો નિર્ણય કર્યો હતો. જેથી આગામી આદેશ સુધી આ એસઓપી અમલી રહેશે. અન્ય શરતો પણ યથાવત રખાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત હાઇકોર્ટે એસઓપીના નિયમો લંબાવ્યા, અદાલતોમાં હજુ પ્રત્યક્ષ સુનાવણી નહી થાય

Related posts

નેપાળ વિમાન દુર્ઘટના : પ્લેનમાં સવા૨ ભા૨તીય યુવાને અકસ્માત પહેલાનો વીડિયો ફેસબુકમાં લાઈવ ર્ક્યો નેપાળ વિમાન દુર્ઘટના પહેલાનો રુવાંટા ઉભા કરી દેતો Video Viral, 2 સેકન્ડમાં…,.

Phone: 9998685264.

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Phone: 9998685264.

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેનિયન મહિલાએ શીશ ઝુકાવ્યું! રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય એવી ડભોડા દાદાને હૃદયથી પ્રાર્થના કરી

Phone: 9998685264.

Leave a Comment