Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ શ્રમિકોને 5 રૂપિયામાં અપાશે ભોજન, કોરોનાકાળમાં બંધ કરાયેલ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરાશે

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 3558

આગામી સમયમાં આ પ્રકારના ભોજન કેન્દ્રો તબક્કાવાર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે
ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી તા.૦8 ઓકટોબરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રોનું તથા શ્રમયોગીઓને યોજનાકીય લાભોના ઓનલાઇન વિતરણ માટેના શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ.5માં બાંધકામ શ્રમિક તથા તેના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. તથા શ્રમ સન્માન પોર્ટલ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકાશે, તથા કરેલ અરજીનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ-૨૨ કડીયાનાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થનાર છે. જે તબક્કાવાર સમગ્ર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાલમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ બાંધકામ શ્રમયોગીઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ-20 યોજનાઓ કાર્યરત છે. જ્યારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કુલ-14 યોજનાઓ કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા માટે શ્રમિકની બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી હોવી જરૂરી છે. જે નોંધણી કરાવ્યા બાદ તેમને ઓળખ સ્વરૂપે ઇ-નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. આ નોંધણી સ્વનોંધણી, સી.એસ.સી. સેન્ટર તથા ઇ ગ્રામ કેન્દ્રોના માધ્યમથી કરાવી શકાય છે. વધુમાં, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ સંગઠિત ક્ષેત્રના શ્રમિક કે જેઓના વેતનમાંથી શ્રમયોગી કલ્યાણ ફંડના ફાળાની કપાત થાય છે તેઓ મેળવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ શ્રમિકોને 5 રૂપિયામાં અપાશે ભોજન, કોરોનાકાળમાં બંધ કરાયેલ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરાશે

Related posts

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચીમકી, કહ્યું સોમવાર સુધી જિલ્લા અને તાલુકાની કોર્ટમા ફિઝીકલ હિયરિંગ શરુ કરવામાં ના આવે તો મંગળવારે આંદોલન પર ઉતરીશુ

Phone: 9998685264.

બોટાદમાં દેશી દારૂના લીધે પરિવારો ઉજડ્યા તેમ છતાં રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી! દેશી દારૂની ભટ્ટીઓ થઈ કેમેરામાં કેદ, પોલીસની કામગીરી સામે સવાલ

Phone: 9998685264.

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Phone: 9998685264.

Leave a Comment