Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 2344

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ કર્મીઓના પગારમાં હવે વધારો થશે. 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું છે. તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે.
પોલીસ કર્મચારીઓને 4200 ગ્રેડ પે આપવાની માંગને લઈ થયેલા આંદોલનને લઈ રાજ્ય સરકારે 28 ઓક્ટેમ્બરે સમિતિની રચના કરી હતી. 31 ઓક્ટેમ્બરે મહત્વની બેઠક બાદ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અંગે વિચારણા થઈ હતી. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર ખાતે બેઠક થઈ હતી. દરેક બેઠકમાં 40થી 60 જેટલા પોલીસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સજેશન આપ્યા હતા. સમસ્યાઓ જણાવી હતી. ગ્રેડ પે અંગે અને એલાઉન્સ તેમજ મોંઘવારી ભથ્થા અંગે રજૂઆતો થઈ હતી.

● આ રીતે પગારમાં મળશે વધારો

■ ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈનો અગાઉ વાર્ષિક પગાર 2,51,100 હતો જે વધારીને 3,47,250 કરાયો છે.

જેથી હવે ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈને વાર્ષિક રૂ.96150નો પગાર વધારો મળ્યો છે.

■ પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.3,63,660 પગાર મળતો જે હવે વધીને 4,16,400 કરાયો છે.

જેથી હવે પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 52,740નો પગાર વધારો મળ્યો છે.

■ પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.4,36,654 પગાર મળતો જે હવે વધીને 4,95,394 કરાયો છે.

જેથી હવે પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 58,740નો પગાર વધારો મળ્યો છે.

■ એએસઆઈને રૂ.5,19,354 પગાર મળતો જે હવે વધીને રૂ.5,84,094 કરાયો છે.

જેથી એએસઆઈને વાર્ષિક 64,740નો પગાર વધારો મળ્યો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Related posts

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

Phone: 9998685264.

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં શરીર સબંધીત ગુનાઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીને પાસા કરી ભુજ જેલમાં મોકલાયો

Phone: 9998685264.

અમદાવાદ SOG પોલીસને મળી વધુ એક સફળતા, અમદાવાદમાંથી ગેરકાયદેસર કફ સીરપની હેરાફેરી ઝડપી પાડી, બે શખ્સોની ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment