Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોરબંદર /CM ની રેલીમાં આખલા ઘુસ્યા! કડીમાં નીતિન પટેલને અડફેટે લીધા બાદ આજે તિરંગા યાત્રા અંતર્ગત CM ના કાફલામાં આખલા ઘુસ્યા, જુઓ વિડીયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3062

રખડતા ઢોરો (cattle)નો આંતક અવાર નવાર સામે આવતો જ રહે છે.રાજ્યભરમા રસ્તા પર રખડતા ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત(accident) સર્જાતા હોય છે. ત્યારે કડી (Kadi)માં આયોજીત તિરંગા યાત્રામા ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (Former Deputy CM Nitin Patel)ને રખડતા ઢોરે હડફેટે લેતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

આ સિવાય વધુમાં ગઈકાલે શનિવારે પોરબંદરમાં પણ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત શહેરમાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જો કે પોલીસે સમયસૂચકતા દાખવતાં કોઈ અકસ્માત નહોતો સર્જાયો. આવી ઘટનાઓ ખુબ જ વધતી જાય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
મુખ્યમંત્રીના કાફલામા આખલા ઘુસી આવ્યાની ઘટના બની:


જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી જ્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી પોતાના કોન્વે સાથે જઇ રહ્યા હતા. આ દરમિયાન યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલીમાં આ આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો હતો.

મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર રખડતા પશુઓને દુર કરવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા શેરી-વિસ્તારોમાં ખાસ માણસો મુકવામાં આવ્યા હતા, જેથી કરીને રખડતા પશુઓ મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર ના આવી શકે, તેમ છતા પણ મુખ્યમંત્રીના કાફલામા આખલો ઘુસી આવ્યાની ઘટના બનવા પામી હતી.

આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો:
સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો આંતક જોવા મળતો હોય છે. ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રેઢીયાળ ઢોર રસ્તે રઝળતા જોવા મળી રહે છે. રેઢીયાળ ઢોર દ્રારા આ પ્રકારના અનેક બનાવો બન્યા છે, જેમાં અનેક લોકોના જીવ ગયા છે તો કેટલાય લોકોને ઈજાગ્રસ્ત કર્યાના બનાવો બની ચુક્યા છે. જો કે આ ઘટનામાં તો આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પોરબંદર /CM ની રેલીમાં આખલા ઘુસ્યા! કડીમાં નીતિન પટેલને અડફેટે લીધા બાદ આજે તિરંગા યાત્રા અંતર્ગત CM ના કાફલામાં આખલા ઘુસ્યા, જુઓ વિડીયો

Related posts

સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાયા! ACB એ છટકું ગોઠવી PSI અને તેના મળતીયાને રંગેહાથ ઝડપી લીધા

Phone: 9998685264.

રથયાત્રાના લીધે સમગ્ર ગુજરાતમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં વિરમગામમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની નાકામ કોશિશ! અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો 30 લાખથી વધુનો દારૂ, 1 ટ્રક 10 ફોર વ્હિલર સહીત કુલ 67,45000 નો મુદ્દામાલ, 3 ની ધરપકડ

Phone: 9998685264.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે, મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં અમદાવાદનું કનેકશન સામે આવ્યું

Phone: 9998685264.

Leave a Comment