Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખેડા જિલ્લાના પોલીસ વડાની કડક કાર્યવાહી! પત્રકાર ઉપર થયેલા હુમલાની ઘટનામાં 7 આરોપીઓની ધરપકડ

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 4368

REPORTS -TIMES OF AMDAVAD

ખેડા જિલ્લાના નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં એક ખાનગી ચેનલના પત્રકાર ઉપર ડમ્પર ચાલક સહિતના ટોળાએ હિચકારી અને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો જ નહીં પરંતુ હુમલાખોરોએ પત્રકારે પહેરેલી 80,000 ના કિંમતની સોનાની ચેન પણ લૂંટી લીધી હતી. આ ઘટના બાદ ખેડા સહિત સમગ્ર ગુજરાતના પત્રકાર આલમમાં રોષની લાગણી ફેલાઈ હતી. અને સ્થાનિક નડિયાદ પોલીસની કામગીરીને લઈને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સમગ્ર ઘટનાની માહિતી ખેડા જિલ્લાના પોલીસવડા રાજેશ ગઢીયાને જાણ થતા તેઓ તાત્કાલિક એક્સન મોડમાં આવી ગયા હતા. અને પત્રકાર સાથે થયેલ હુમલાની ઘટનાની સંપૂર્ણ વિગત મેળવી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનામાં સ્થળ ઉપરથી સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતો મેળવી શરમજનક ઘટનામાં સંડોવાયેલા સાત જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ સામે રાયોટીંગ, લૂંટ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી .

સમગ્ર ઘટના અંગે મળતી વધુ માહિતી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં યુરો સ્કૂલની બાજુમાં આવેલા નારાયણ વિલામાં રહેતા અને ખાનગી ચેનલમાં પત્રકારત્વ કરતા કરુણેશ ખુમાનદાસ ઇશ્વરભાઇ પંચમવેદી પોતાના પરિવાર સાથે કોઈ અંગત કારણોસર પોતાની કાર લઇ ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન રોડ ઉપર એક નંબર પ્લેટ વગરના ડમ્પરનો ચાલક કોઈ અન્ય ચાલકને નુકસાન થાય તેવી રીતે પોતાની ગાડી હંકારી રહ્યો હતો. પત્રકારની કારની પાસે ભયજનક રીતે ડમ્પર પસાર થતા પત્રકાર કરુણેશે ડમ્પરના ચાલકને ઠપકો આપ્યો હતો. આટલું થતા જ ડમ્પર ચાલક અને તેના માલિકે પત્રકાર કરૂણેશ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. અને એટલુંજ નહી હુમલાખોરોએ પત્રકારના ગળામાં પહેરેલી સોનાની ચેન પણ લુટી લીધી હતી. હુમલાખોરો હુમલો કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે પત્રકાર ની પત્ની પણ હાજર હોય તેમને તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઘાયલ પત્રકારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જો સૂત્રોની વાત કરવામાં આવે તો આ ઘટનામાં કેટલાક રાજકીય અગ્રણીઓના સંતાનો હોવાની માહિતી સામે આવી રહી છે. જેથી તેઓ પોતાના પુત્રોને બચાવવાની પૂરજોર કોશિશ કરી હતી. પરંતુ સમગ્ર ઘટના બાબતે ખેડા જિલ્લાના પોલીસવડા રાજેશ ગઢીયાને જાણ થતા તેઓ તાત્કાલિક સ્થાનિક પોલીસના સંપર્કમાં આવી હુમલાખોરોને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. જે સંદર્ભમાં નડિયાદ પશ્ચિમ પોલીસે ઘટના સ્થળેથી પંચો,સાક્ષીઓ, અને સીસીટીવીના મદદથી પત્રકાર ઉપર થયેલા હુમલાની ઘટનામાં સંડોવાયેલ સાત જેટલા શખ્સોને ઓળખી કાઢ્યા હતા. અને ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોધ્યો હતો. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ ઘટના સંદર્ભમાં ખેડા જિલ્લાના બાહોશ અને નીડર જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ પત્રકાર પરિષદ બોલાવી સમગ્ર જાણકારી આપી હતી. પત્રકારોને સંબોધતા જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ સાત આરોપીઓ સામે રાયોટીંગ, લૂંટ અને અન્ય ગંભીર ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવી કોઈ પણ ઘટનાને ચલાવી લેવામાં આવશે નહીં. અને કસુરવાર આરોપીઓ સામે કડક થી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખેડા જિલ્લાના પોલીસ વડાની કડક કાર્યવાહી! પત્રકાર ઉપર થયેલા હુમલાની ઘટનામાં 7 આરોપીઓની ધરપકડ

Related posts

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Phone: 9998685264.

G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

Phone: 9998685264.

રાજકોટ / કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ASI ની પુષ્પા અંદાજમાં ફેસબુક ઉપર પોસ્ટ! “ઝૂકેગા નહી સાલા “, રાજકીય આગેવાનના બનેવીના ત્યાં જુગારની રેડ કરતા બદલી કરાવી દેવાની ધમકી?

Phone: 9998685264.

Leave a Comment