Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉડતા ગુજરાત / ગુજરાતથી રાજસ્થાન તરફ લકઝરી બસમાં 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઈસમની ધરપકડ કરતી બનાસકાંઠા SOG

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 334

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પાલનપુરમાં મધરાત્રે ખાનગી લક્ઝરીમાંથી SOGની ટીમે 26 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. વિગતો મુજબ બનાસકાંઠા SOGને ચોક્કસ બાતમી મળી હોઇ વિગતો આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. જ્યાં મધરાત્રે ખાનગી લક્ઝરીમાં અમદાવાદથી રાજસ્થાન મેફેડ્રોન ડ્રગ્સ લઇને જતાં 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
SOGએ 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક ઇસમ મળી કુલ 3 આરોપી વિરૂધ્ધ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં નાર્કોટીક્સના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI ડી.આર.ગઢવી, PSI એમ.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદથી ખાનગી લક્ઝરીમાં રાજસ્થાનના 2 ઇસમો મેફેડ્રોન ડ્રગ્સ લઇને જવાના છે. જેથી શહેરના એરોમા સર્કલ પર વોચ ગોઠવતાં ખાનગી લક્ઝરીને રોકી તલાશી લેતાં બે ઇસમો પાસેથી 26 લાખથી વધુનુ ડ્રગ્સ ઝડપાયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે કરેલી કાર્યવાહીમાં લાખોનું ડ્રગ્સ ઝડપાતાં હડકંપ મચી ગયો છે. SOGએ જોગારામ જાટ અને ગોરખારામ જાટ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી) 260 ગ્રામ કિ.રૂ.26,00,000 અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.26,33,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે દિનેશ બિશ્નોઇ નામના ઇસમની પણ સંડોવણી ખુલતાં તમામ સામે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 21(c), 22(c), 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઉડતા ગુજરાત / ગુજરાતથી રાજસ્થાન તરફ લકઝરી બસમાં 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઈસમની ધરપકડ કરતી બનાસકાંઠા SOG

Related posts

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Phone: 9998685264.

અમદાવાદ શહેરના નવા મેયર પ્રતિભા જૈન બન્યા, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરાઈ

Phone: 9998685264.

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Phone: 9998685264.

Leave a Comment