Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 272

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

જામખંભાળીયા, તા. 27
ખંભાળિયા રાત્રિના સમયે પોલીસે જુગારધામ ઉપર દરોડો પાડી, પોલીસે સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચલાવતા જુગાર પર દરોડો પાડયો હતો. જેમાં બે મહિલાઓ સહિત કુલ સાત ખેલાડીઓ 1.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર કરેલી વિગત મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના અઢી વાગ્યે ચોક્કસ બાતમીના આધારે અહીંના શ્રીજી સાનિધ્ય સોસાયટીની પાછળના ભાગે પિયુષ રસિકલાલ બગડાઈ નામના એક આસમીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના કબજા- ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે જુગાર રમવાના સાધનો પૂરા પાડી, તેના બદલામાં ચોક્કસ રકમ ઉઘરાવી અને ગંજીપત્તા વડે રમતા જુગારમાં પોલીસે માંઝા ગામના સુરા રાજા કારીયા, દેવા ખીમા જામ, કરણસિંહ અજીતસિંહ વાઘેલા, પ્રવીણ સવજીભાઈ નકુમ, મેમુનાબેન મહંમદ ઉમરભાઈ રુંજા અને રંજનબા અજીતસિંહ વાઘજીભીને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ પતાપ્રેમીઓ પાસેથી પોલીસે કુલ 53,700 ની રોકડ રકમ તથા રૂપિયા 11 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 1.10 લાખની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,74,700 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ 4-5 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ જેના મકાનમાં જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો, તે પિયુષ બગડાઈ અહીં એ.એસ.આઈ. તરીકે અગાઉ ફરજ બજાવતા હતા અને થોડા સમય પૂર્વે ચોક્કસ કારણોસર જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

Related posts

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

Phone: 9998685264.

અંત્યોદયની ભાવના એટલે ‘તેરા તુજકો અર્પણ’!અમદાવાદના પોલીસ કમિશ્નર મલિક અને ઝોન 6 પોલીસનું માનવીય અભિગમ! વાંચો સમગ્ર અહેવાલ

Phone: 9998685264.

બાયડ / સરપંચ અને મહિલાના ઓડિયો કલીપમાં ચોકાવનારો ઘટસ્ફોટ, સરપંચ અને તેમના પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધાતા ખળબળાટ

Phone: 9998685264.

Leave a Comment