Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ /સુરત જિલ્લાના પશુ આરોગ્ય કેન્દ્રોને જ સારવારની જરૂર: સ્ટાફના અભાવે મૃતપાય ના આરે! માંડવીના સોલી અને મહુવાના કાની ગામે પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન! મૂંગા જાનવરોની વેદના અધિકારીઓના કાને નથી પહોંચતી: દર્શન નાયક

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 1024

પ્રતિકાત્મક તસ્વીર

સુરત, તા:૨૬

સુરત જિલ્લા પંચાયત સંચાલિત પશુ ચિકિત્સાલય અને પ્રાથમિક પશુ ચિકિત્સાલયો માં ઉત્સવ પ્રિય સરકાર દ્વારા આવતીકાલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરાશે પરંતુ જિલ્લામાં માત્ર માંડવીના સોલી અને મહુવાના કાંની ગામે પશુ ચિકિત્સા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ જિલ્લા પંચાયત સંચાલિત પશુ ચિકિત્સાલય અને પ્રાથમિક પશુ ચિકિત્સાલયો મા ૪૪ પશુ ચિકિત્સકોના મહેકમ પૈકી ૨૬ પશુ ચિકિત્સકો ની નિમણૂક કરવામાં આવી નથી અને પૂરતા સ્ટાફના અભાવે અમૃત પાય અવસ્થામાં ચાલતા હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી રહી છે.એટલે કે ઇન્ચાર્જ જેથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે મહત્વની બાબત એ છે કે જિલ્લાના પશુપાલન વિભાગના મુખ્ય વડા એવા નાયબ પશુ નિયામક ની જગ્યા પણ ઇન્ચાર્જ થી ચલાવવામાં આવી રહી છે.

સુરત જિલ્લામાં આવતીકાલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની સરકારી તંત્ર દ્વારા હોંશભેર ઉજવણી કરવામાં આવશે એ પણ માંડવી અને મહુવા તાલુકાના બે સ્થળોએ પશુઓ ની ચિકિત્સા કરીને વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણીમાં ગણી લેવાશે. બીજી તરફ જિલ્લામાં ૫,૮૫,૩૦૩ પશુઓની સંખ્યા સરકારી દફતરે નોંધાયેલી છે હા પાલતુ પશુઓ ના આરોગ્ય માટે સરકારી પશુ ચિકિત્સાલયો ને યોગ્ય રીતે ચલાવવા માટે પૂરતા સ્ટાફ તેમજ પ્રાથમિક પશુ આરોગ્ય કેન્દ્ર માટે પણ સ્ટાફ તથા મોટા ભાગના પશુ દવાખાનાઓની જ સારવાર કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સુરત જિલ્લામાં ૧૯ પશુ ચિકિત્સાલય અને ૨૫ પ્રાથમિક પશુ ચિકિત્સાલય આવેલા છે આ ચિકિત્સાલય પૈકી ૬ પશુ ચિકિત્સક પશુ ચિકિત્સાલયોમા અને ૧૨ પ્રાથમિક પશુ ચિકિત્સાલયો માં પશુ ચિકિત્સકો નિમણૂક કરવામાં આવેલી છે. બીજી તરફ કુલ ૪૪ ના મહેકમ પૈકી માત્ર ૧૮ ની કુલ નિમણૂક કરવામાં આવી છે જ્યારે ૨૬ સ્થળોએ ચાર્જમાં રાખીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે તો કેટલીક જગ્યાએ ડ્રેસર ની પણ જગ્યા ખાલી હોવાનું જાણવા મળે છે સુરત જિલ્લાના ૫૪૭ ગામડાઓ પૈકી મોટાભાગના ગામોમાં આદિવાસી વસ્તી ધરાવતા લોકો રહેતા હોય તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોય ત્યારે સુવિધાના અભાવે લોકોએ સમય અને રૂપિયા ખર્ચીને હેરાન થવું પડે છે જિલ્લા પશુ પાલન વિભાગના સૂત્રોનું માનવામાં આવે તો જિલ્લામાં ૫,૮૫,૩૦૩ ગાય અને ભેસ જેવા પાલતું પશુઓની સંખ્યા સરકારી દફતરે નોંધાયેલી છે ત્યારે મૂંગા જાનવરો ની વેદના આ વહીવટી તંત્રના અધિકારીઓને ક્યારે સમજાશે..! માત્ર વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરવાથી મૂંગા જાનવરો પ્રત્યેની વેદના અને તેમની યોગ્ય માવજત અને સારવાર પૂર્ણ થઈ હોવાનું માની લેવું પણ અપૂર્વ હોવાનું કહી શકાય.

પ્રતિકાત્મક તસ્વીર

સરકાર દ્વારા કોઈ સુધારાના પગલા લેવાતા નથી: દશૅન નાયક.

સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે જણાવ્યું કે અગાઉ મારા દ્વારા લેખિતમાં રજૂઆતો કરાઈ છે કોઈ સુધારાના પગલા લેવાતા નથી જિલ્લાના મોટાભાગના તાલુકાના પશુ દવાખાનાની મૃતપાય અવસ્થા ની હાલત છે કેટલાક મકાનો તો જર્જરિત છે પરંતુ સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા નથી પશુ આરોગ્ય કેન્દ્ર ટ્રાયબલ વિસ્તારના આદિવાસી પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે પરંતુ તે બાબતે ગંભીરતા દાખવવામાં આવે તો ને…?


જિલ્લામાં કેટલાક પશુ દવાખાના ના મકાનો જર્જરિત હાલતમાં


સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકાર દ્વારા પશુ દવાખાના ના મકાનો તો બનાવ્યા પરંતુ જે પૈકીના કામરેજના ઉંભેળ. ઉમરપાડા તાલુકાના દેવરુપણ, માંડવી તાલુકાના આંબા પારડી અને બારડોલી તાલુકાના મઢી ગામે આવેલા પશુ દવાખાનાઓ ના મકાનો જર્જરિત હાલતમાં છે જે પૈકી કામરેજના ઉંભેળ નું પશુ દવાખાનાનું બિલ્ડિંગને ધરાશાયી કરીને નવું બનાવવા દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ /સુરત જિલ્લાના પશુ આરોગ્ય કેન્દ્રોને જ સારવારની જરૂર: સ્ટાફના અભાવે મૃતપાય ના આરે! માંડવીના સોલી અને મહુવાના કાની ગામે પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન! મૂંગા જાનવરોની વેદના અધિકારીઓના કાને નથી પહોંચતી: દર્શન નાયક

Related posts

સુરત / ઓલપાડ ખાતેના કંઠરાજ અને વિહારા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર! રાહુલ ગાંધીના 8 વચનોની પુસ્તિકા નું વિતરણ તેમજ ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો

Phone: 9998685264.

સુરત / સુરતના અડાજણ-પાલમાં બની એક દર્દનાક ઘટના, સાંભળીને કાળજુ કંપાઈ જશે, પિતાએ ટ્રેક્ટર રિવર્સમાં લીધું ને કચડાઈ ગઈ તેની માસુમ દીકરી,

Phone: 9998685264.

ભુજ /પોલીસ પ્રજાની મિત્ર છે તેને સાર્થક કરતી ઘટના!
પિતા ભૂલથી દીકરીને ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડી, PI તેને સાચા કેન્દ્ર પર લઈ ગયા

Phone: 9998685264.

Leave a Comment