Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આ મહિલા પોતે PHD છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની સાળી, પરંતુ અત્યારે ભીખ માંગીને ખાય છે,વાંચો કારણ,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 295

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ઈરા બાસુની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.તેમનું જીવન ભિખારી જેવું છે.તેઓ રસ્તામાં ફરતા જોવા મળ્યા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,તે ફૂટપાથ પર ઊંઘે છે.રસ્તા પરની દુકાનવાળા જોડેથી ખોરાક માંગીને ખાય છે.

જણાવી દઈએ કે બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પશ્ચિમ બંગાળમાં 10 વર્ષ સુધી સરકાર ચલાવી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર,ઇરા બાસુએ વાયરોલોજીમાં પીએચડી કર્યું છે.તે અંગ્રેજી અને બંગાળી બંને ભાષામાં બોલી શકે છે.એટલું જ નહીં,તે રાજ્ય કક્ષાની રમતવીર હતા અને ટેબલ ટેનિસ અને ક્રિકેટ રમતા હતા.ઈરા બાસુ બે વર્ષથી ફૂટપાથ પર રહે છે.

અગાઉ તે ઉત્તર 24 પરગણા જિલ્લાની પ્રિયનાથ ગર્લ્સ હાઈસ્કૂલમાં જીવન વિજ્ઞાનના શિક્ષિકા હતી.તે પ્રથમ વર્ષ 1976 માં પ્રિયનાથ ગર્લ્સ હાઈસ્કૂલમાં જીવન વિજ્ઞાનની શિક્ષક બન્યા હતા.આ પછી તેણી વર્ષ 2009 માં નિવૃત્ત થયાં.ત્યારે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા.નિવૃત્તિ સમયે તે બારાનગરમાં રહેતાં હતાં.

બાદમાં તે પશ્ચિમ બંગાળના ખરદાહમાં લીચુ બાગાન રહેવા ગઈ.પરંતુ થોડા સમય પછી તે અચાનક આ સરનામા પરથી ગાયબ થઈ ગયાં.ત્યારથી તે કોલકાતાથી દૂર નહોતાં ગયાં.હવે ડનલોપ રસ્તાઓમાં ફરતાં જોવા મળ્યાં હતાં.પ્રિયનાથ સ્કૂલના આચાર્ય કૃષ્ણકલી ચંદાએ જણાવ્યું હતું કે,ઈરા બાસુ અહીં ભણાવતી હતી.નિવૃત્તિ પછી તેમણે પેન્શન માંગ્યું.

અમે તમામ દસ્તાવેજો રજૂ કરવા કહ્યું.પરંતુ તેમણે દસ્તાવેજો રજૂ કર્યા નથી.તેમને પેન્શન મળતું નથી.આ વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન પર એક સંસ્થા દ્વારા ઈરા બાસુને બોલાવવામાં આવી હતી.તેમનું સ્વાગત પુષ્પમાળા અને મીઠાઈ ખવડાવીને કરવામાં આવ્યું હતું.પછી તેમણે કહ્યું,બધા શિક્ષકો હજુ પણ મને પ્રેમ કરે છે.ઘણા વિદ્યાર્થીઓ મને મિસ કરે છે.

જ્યારે હું શિક્ષક હતી ત્યારે પણ હું કોઈ લાભ લેવા માંગતી ન હતી.મેં જે પણ કર્યું,મેં તે મારા દમ પર કર્યું.મારે કોઈ VIP ઓળખની જરૂર નથી.ઇરા બાસુના સમાચાર સામે આવ્યા બાદ વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું.એમ્બ્યુલન્સ મોકલીને તેમને બોલાવ્યા.પછી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.ત્યાં તેમની સંભાળ રાખવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આ મહિલા પોતે PHD છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની સાળી, પરંતુ અત્યારે ભીખ માંગીને ખાય છે,વાંચો કારણ,

Related posts

અંકલેશ્વરમાં કન્ટેનરમાં PIની ઓફિસ કાર્યરત કરાઈ, જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું લોકાર્પણ

Phone: 9998685264.

ઈમાનદાર અને સ્વચ્છ પાર્ટી હોવાના ફણગા ફૂંકતી આમ આદમી પાર્ટી ઉપર દાગ લગાડતી ઘટના, અગાઉ સુરતમાં પક્ષ પલ્ટુ કોર્પોરેટરોએ નીચું દેખાડ્યું ને હવે દિલ્હીમાં મહિલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાઈ

Phone: 9998685264.

મહેસાણા/ LCB એ મેવડ ટોલનાકાથી દારૂ ભરેલી કાર ઝડપી, 6 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ, એક ફરાર

Phone: 9998685264.

Leave a Comment