Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઈમાનદાર અને સ્વચ્છ પાર્ટી હોવાના ફણગા ફૂંકતી આમ આદમી પાર્ટી ઉપર દાગ લગાડતી ઘટના, અગાઉ સુરતમાં પક્ષ પલ્ટુ કોર્પોરેટરોએ નીચું દેખાડ્યું ને હવે દિલ્હીમાં મહિલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાઈ

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 300

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

પ્રમાણિકતા અને સ્વચ્છ શાસનની ગુલબાંગ પોકારતા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની એક મહિલા કોર્પોરેટર CBIની એન્ટિ કરપ્શન બ્રાન્ચના હાથે લાંચ લેતા રંગે હાથે પકડાઇ છે. સરકારી કામ કરાવવા માટે આ મહિલા કોર્પોરેટરે લાંચ માંગી હતી. એન્ટિકરપ્શન બ્રાન્ચે મહિલા કોર્પોરેટરને 20,000ની લાંચ લેતા પકડી લીધી હતી તેની સાથે અન્ય એક વ્યકિતની પણ ધરપકડ કરવામાં આવી છે.જાણવા મળેલી માહિતી મુજબ આ મહિલા કોર્પોરેટરે એક મગફળીના વેપારીને વચેટિયા તરીકે રાખ્યો હતો જે આ મહિલા કોર્પોરેટર વતી લાંચની રકમ ઉઘરાવીને પહોંચાડતો હતો.

દિલ્હીમાં આમ આદમીની કોર્પોરેટર ગીતા રાવતની CBIની એન્ટિકરપ્શન શાખાએ લાંચ લેતા રંગેહાથે ધરપકડ કરી છે. ગીતા રાવત દિલ્હી સરકારના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના પટપડગંજ વિધાનસભા ક્ષેત્ર વિનોદ નગરની કોર્પોરેટર છે. ગીતા રાવત મનીષ સિસોદીયાની નજીકની હોવાનું માનવામાં આવે છે.

CBIએ કહ્યું હતું કે એક વ્યકિત તેની ઇમારતની છત તે ઇચ્છે તે રીતે બનાવવા માંગતો હતો તેને મંજૂર કરવા માટે ગીતા રાવતે તેની પાસેથી 20,000 રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતની માહિતી મળતા કોર્પોરેટર ગીતા રાવત સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી મ્યુનિસપલ કોર્પોરેશનમાં અન્ય એક વ્યકિત સાથે ગીતા રાવત લાંચની રકમ સ્વીકારી રહી હતી ત્યારે જ અધિકારીઓએ તેમને પકડી લીધા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ ગીતા રાવતને એક મગફળીના વેપારી દ્રારા લાંચની રકમ પહોંચાડવામાં આવતી હતી. જયારે એન્ટિકરપ્શનના અધિકારીઓએ દિલ્હી મ્યુનિસપલ કોર્પોરેશનમાં સનાઉલ્લાહ નામના યુવકને લાંચના કેસમાં પકડયો હતો જે મગફળીનો વેપાર કરે છે. સનાઉલલાહના પિતા પાલિકા પર પહોંચીને અધિકારીઓને દમ માર્યો હતો કે મારા પુત્રને કેમ પકડ્યો છે? અધિકારીઓએ સાદા વેશમાં હતા અને તેમણે યુવકના પિતાને કહ્યું હતું કે થોભો, હમણાં ખબર પડી જશે. સનાઉલ્લાહના પિતાને ખબર પડી ગઇ હતી કે તેનો પુત્ર સનાઉલ્લાહ લાંચની રકમ ઉઘરાવીને આપની કોર્પોરેટર ગીતા રાવતને પહોંચાડતો હતો.

CBIએ આખી ટ્રેપ ગોઠવી હતી. મગફળીના વેપારી સનાઉલ્લાહને કલર વાળી નોટ આપવામાં આવી હતી અને તેણે ગીતા રાવતને જઇને એ રકમ પહોંચાડી હતી. જેવી ગીતા રાવતે રકમ લીધી કે તરત અધિકારીઓએ ગીતા રાવત અને સનાઉલ્લાહની ધરપકડ કરી લીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઈમાનદાર અને સ્વચ્છ પાર્ટી હોવાના ફણગા ફૂંકતી આમ આદમી પાર્ટી ઉપર દાગ લગાડતી ઘટના, અગાઉ સુરતમાં પક્ષ પલ્ટુ કોર્પોરેટરોએ નીચું દેખાડ્યું ને હવે દિલ્હીમાં મહિલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાઈ

Related posts

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Phone: 9998685264.

અમદાવાદમાં મુંબઈની જેમ ભાઈગીરી વધી! હોટલ સંચાલકને કહ્યું હું ડોન છું હપ્તો આપવો પડશે

Phone: 9998685264.

રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ! અધધધ…. 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ, ટ્રક ઇંગ્લિશ દારૂ અને રોકડ રકમ સહીત 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Phone: 9998685264.

Leave a Comment