Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 10427

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કાના મતદાતાઓને મતદાનનો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું.

બાળકને વરસાવ્યુ વ્હાલ

પીએમ મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યા બાદ તેઓ હળવા મૂડમાં દેખાયા હતા. પીએમ મોદી બાળકોને ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા હતા. પીએમ મોદી આ દરમિયાન ભૂલકાંને હાથમાં તેડીને વ્હાલ પણ વરસાવ્યું હતુ. મહત્વનું છે કે પીએમ મોદીને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો પીએમ મોદીને મળવા ઘણા જ ઉત્સુક જણાયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પરિવાર સાથે નારણપુરા ખાતે કર્યું મતદાન…..

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના કર્યા દર્શન
અમિત શાહે સહપરિવાર સાથે નારણપુરામાં કર્યુ મતદાન
હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર

નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યુ છે. જેમાં નારણપુરા મતદાન મથક હેરિટેજ થીમ પર તૈયાર કરાયું છે. તેમાં અમિત શાહે મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. જેમાં અમિત શાહ સહપરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યુ છે. નારણપુરા મતદાન મથક પર હેલ્થ ટીમ, પાણી, વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શિલજમાં કર્યું મતદાન

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં કર્યુ મતદાન
આનંદી બેન પટેલ પણ શિલજ ખાતે કરશે મતદાન
ભાજપના મોટા દિગ્ગજોએ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કર્યુ મતદાન

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં આજે મતદાન કર્યુ હતુ,ભુપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Related posts

ચાંદખેડામા લુખ્ખાતત્વો દ્વારા બ્યૂટીપાર્લર સંચાલિકા સાથે છેડતી કરાઈ! મહિલાના પતિ અને દીકરાને માર માર્યો, ફરીયાદ દાખલ કરાઈ,

Phone: 9998685264.

સુરતમાં લૂંટારુ ટોળકીનો આતંક, રીક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધને મહિલા સહિતની લૂંટારુ ટોળકીએ માર મારી લૂંટી લીધા,

Phone: 9998685264.

યૂનેસ્કો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા 2022 પુરસ્કાર પ્રાપ્ત કરતી કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા KISS

Phone: 9998685264.

Leave a Comment