
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ
Ahmedabad News: છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં હત્યા, અન્ય ગુનાખોરી વધી છે. જેથી શહેરમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું. આ ગુનેગારો પર પોલીસની ઢીલી પડતી પકડનો પડઘો છેક ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યો છે. જેને લીધે પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ પાસે ગુનાખોરીના આંકડાનો રીપોર્ટ મંગાવ્યો છે. બીજી તરફ શહેરના 10 PI અને 17 PSIની આંતરીક બદલી કરી છે.

મહત્ત્વનું છે કે, અન્ય શહેર કે જિલ્લામાંથી ચૂંટણી પહેલા આવેલા PI અને PSI આચારસંહિતાને કારણે લિવ રિઝર્વમાં હતા. તેમાંથી 5 PI અને 12 PSIને પોસ્ટિંગ આપી દેવાયા છે. આગામી દિવસોમાં અન્ય પોલીસ અધિકારીઓની પણ બદલીઓ થઇ શકે તેવી શકયતાઓ છે.





Total Users : 115
Total views : 218
Who's Online : 0