Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી, જાણો શુ છે સમગ્ર બનાવ….

અમદાવાદ મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી, જાણો શુ છે સમગ્ર બનાવ….

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 4817

અમદાવાદ મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી, જાણો શુ છે સમગ્ર બનાવ….

અમદાવાદ શહેરના શિવરંજની વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં એક વકીલે પોતાના ઉપર પેટ્રોલ છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી. પોલીસને આ મામલે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનાર વકીલે સુસાઈડ નોટ લખી હોવાની માહિતી સામે આવી રહી છે. આ સુસાઈડ નોટમાં વકીલે તેની પ્રેમિકા ઉપર આક્ષેપ કર્યા છે. જેથી પોલીસે વકીલ આત્મહત્યા કેસમાં સુસાઈડ નોટ અને અન્ય પુરાવાના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના વિશે મળતી વધુ માહિતી અનુસાર આપઘાત કરતા પહેલા વકીલે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તેની પ્રેમિકા પૈસા પડાવીને તેને બ્લેકમેલ કરતી હતી.રન્નાપાર્કમાં રહેતો 35 વર્ષીય ભાગ્યેશ સાધુ મેટ્રો કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. 28 એપ્રિલે ભાગ્યેશ કોર્ટમાં જવાનું કહી નીકળ્યો હતો. દરમિયાન સાંજે તે શિવરંજની ચાર રસ્તા પાસે શરીર પર પેટ્રોલ છાંટી સળગી ગયો હતો, જેથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં 30 એપ્રિલે તેનું મૃત્યુ થયું હતું.

આપને જણાવી દઈએ કે,ભાગ્યેશના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડે જુઠ્ઠો પ્રેમ અને શારીરિક સંબંધો બનાવ્યા અને હવે મારી સાથે કૂતરા જેવો વ્યવહાર કરે છે, ખોટા આરોપો લગાવે છે અને ઘણો ખર્ચ કરે છે. સુસાઇડ નોટના આધારે ભાગ્યેશના પિતાએ ભાગ્યેશની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મણિનગરમાં રહેતી યુવતી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ યુવતીએ અગાઉ ભાગ્યેશ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
67 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
33 %
Surprise
Surprise
0 %

અમદાવાદ મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી, જાણો શુ છે સમગ્ર બનાવ….

Related posts

છારાનગર પોલીસ દમન કેસ મામલો!
આજે મેટ્રો કોર્ટમાં પી.એસ. આઈ. ધીલ્લોન હાજર રહેતા કોર્ટે માંગ્યા જામીન:
IPS અશોક યાદવ ,સ્વેતા શ્રીમાળી સહિત, PI વિરાણી, PSI મોરીએ હાજર નહિ રહેવા રિપોર્ટ મોકલ્યો

Phone: 9998685264.

ગુજરાતમાં આ વર્ષે 17 IAS અને 7 IPS અધિકારીઓ થશે રિટાયર, આ યાદીમાં ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમારના પણ નામ!

Phone: 9998685264.

નવસારીમાં PSI ગોસ્વામી ઉપર કુખ્યાત બુટલેગરે રૂપિયાનો વરસાદ કર્યો! મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં PSI અને બુટલેગરો સ્ટેજ ઉપર સાથે દેખાયા,વિડીયો થયો વાયરલ

Phone: 9998685264.

Leave a Comment