Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યાં નીપજાવી નાસી છૂટેલા ત્રણ આરોપીઓ ને ઝોન 5 DCP ના LCB સ્કોડે ઝડપી પાડ્યા

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 296

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

        થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ત્રણ શખ્સોએ મૃતક સમીરને ગંદી ગાળો આપ્યા બાદ માર માર્યો હતો. અને ત્યારબાદ તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની કરપીણ હત્યાં કરી નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જેની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી જેથી પોલીસે ફરિયાદના આધારે હત્યારાઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી.

     આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે જલ્દીથી જલ્દી હત્યારાઓને ઝડપી પાડવામાં આવે. જેથી અમદાવાદના ઝોન 5 DCP ના LCB સ્કોડ દ્વારા પણ ગોમતીપુરમાં થયેલ હત્યાંના આરોપીઓને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ હતી. જે સંદર્ભમાં ઝોન 5 DCP અચલ ત્યાગી સાહેબના LCB સ્કોડમાં ફરજ બજાવતા પોલીસકર્મી જયેશભાઈ મોતીભાઈ દેસાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોમતીપુરમાં યુવકની કરપીણ હત્યાંમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ વાજીદ, અકબર તથા ફૈઝાન નાઓ ગોમતીપુર શાહ આલમ દરગાહની પાછળ બેઠા છે, અને ત્યાંથી ખેડા તરફ ભાગી જવાના ફિરાકમાં છે. જેથી પોલીસકર્મી જયેશ દેસાઈએ તાત્કાલિક પીએસઆઈ એસ. જે. ચૌહાણને સમગ્ર બાબતે અવગત કર્યા હતા. અને ત્યારબાદ પીએસઆઈ એસ. જે ચૌહાણે થોડું પણ વિલંબ ના કરી પોતાના સ્ટાફને બાતમી વાળી જગ્યાએ લઈ જઈને ત્રણેય હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.

  હાલ DCP ઝોન 5 અચલ ત્યાગી સાહેબ દ્વારા ધરપકડ કરાયેલ આરોપીઓને ગોમતીપુર પોલીસને હવાલે કર્યા છે. તો બીજીતરફ હત્યારાઓને ગણતરીના દિવસોમાંજ ઝડપી પાડી અમદાવાદના ઝોન 5 DCP ના LCB સ્કોડે પ્રશંસનીય કામગીરી કરીને આરોપીઓને ગોમતીપુર પોલીસને હવાલે કર્યા હતા.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યાં નીપજાવી નાસી છૂટેલા ત્રણ આરોપીઓ ને ઝોન 5 DCP ના LCB સ્કોડે ઝડપી પાડ્યા

Related posts

વલસાડના ભાગડાવડામાં પોલીસકર્મીઓ ઉપર હુમલા બાદ નવો વળાંક, પદનો દુરુપયોગ કરતા ASI તથા ઇન્ચાર્જ PSO ને સસ્પેન્ડ કરતા DSP

Phone: 9998685264.

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Phone: 9998685264.

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ,જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment