
રીતેશ પરમાર
ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેઓને વેન્ટિલેટર ઉપર રાખવાની તબીબોને ફરજ પડી છે. જાણકારી મળી રહી છે કે, ડેન્ગ્યુ થયા બાદ લીવર ડેમેજ થયું છે. બે દિવસથી તેઓ ઊંઝાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે તબિયત વધુ લથડતા અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ધારાસભ્ય ડો.આશાબેન પટેલ તાજેતરમાં દિલ્હી ગયા હતા ત્યાંથી તા.7ના રોજ પરત ઊંઝા આવ્યા હતા જ્યાં તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તેમણે ડેન્ગ્યુ હોવાનું સામે આવતા તેઓ ઊંઝાની જ હોસ્પિટલમાં બે દિવસથી સારવાર મેળવી રહ્યા હતા.
આજે તેઓની તબિયત વધુ લથડતા અને ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થયું હોવાનું તબીબી પરીક્ષણમાં સામે આવતા તેમને તત્કાલ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં વેન્ટિલેટર ઉપર તેઓની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.





Total Users : 107
Total views : 206
Who's Online : 0