Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં શરીર સબંધીત ગુનાઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીને પાસા કરી ભુજ જેલમાં મોકલાયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 1969

આરોપી ભાવેશકુમાર ખાંભીની પાસા હેઠળ અટકાયત

અમદાવાદ શહેરમાં શરીર સબંધી ગુનાઓ અને અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે સંદર્ભમાં અમદાવાદ પૂર્વના ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા એચ. ડિવિઝનના ACP એ ગંભીર નોંધ લઈ તાત્કાલિક ધોરણે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. જે. પાંડવને ઝડપી કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનના નીડર અને નિષ્પક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. જે. પાંડવે સર્વેલન્સ સ્કોડને આવા રીઢા ગુનેગારો કે જે ચોરી, લૂંટ, પ્રોહીબીશન, અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલ હોય તેની યાદી મંગાવી આરોપીઓને અટક કરવા તાકીદ કરી હતી.

જે સંદર્ભમાં તપાસ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મોહન -દલપતની ચાલી કામદાર મેદાન પાસે રહેતા ભાવેશકુમાર ભવાજી સોનજી ખાંભુ ઉંમર વર્ષ 29 ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી ગુનાઓ અને અસામાજિક પ્રવૃતિઓ આચરી નાસતો ફરે છે. ત્યારબાદ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એ. બી. કાળે અને તેમની સાથે સ્કોડના પોલીસકર્મીઓએ આરોપીની ભાળ મેળવી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી સામે દાખલ થયેલા કેસોની યાદી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવને મોકલી આપી પાસા દાખલ કરવા હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સાહેબે આરોપી ભાવેશકુમાર ખાંભી વિરુદ્ધ પાસાની દરખાસ્તને મંજૂરી આપી હતી. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. જે. પાંડવે આરોપી વિરુદ્ધ પાસા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ભાવેશકુમાર ખાંભીને ભુજ જેલ ખાતે મોકલી આપી પ્રસંશનીય કાર્યવાહી કરી હતી.સમગ્ર કાર્યવાહી દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર પાંડવ સહીત સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એ.બી. કાળે તેમજ અ. પો. કો. વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહની કામગીરી પ્રસંશનીય રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં શરીર સબંધીત ગુનાઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીને પાસા કરી ભુજ જેલમાં મોકલાયો

Related posts

રાજકોટ / જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો! લોધીકા પોલીસ અને સ્થાનિક બુટલેગર દ્વારા માર મરાયાનો આક્ષેપ?

Phone: 9998685264.

પાટડીના મોટી મજેઠી નજીક ટેન્કરમાં છુપાવેલો 17.93 લાખનો દારૂ બીયર ઝડપાયો, બજાણા પોલીસે 3564 બોટલ દારૂ 592 ટીન બીયર સાથે ટ્રક ચાલકની કરી ધરપકડ

Phone: 9998685264.

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Phone: 9998685264.

Leave a Comment