
સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલી કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલથી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં ખસેડવામાં આવી
ગોંડલ શહેરની એક ખાનગી હૉસ્પિટલ અને સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને અહીં ખસેડવામાં આવી
તેને તાણ આંચકી અને તાવ આવતો હોવાથી દાહોદના કટવારા ગામ ખાતે એક ભૂવા પાસે લઇ ગયા હતા – બાળકીનો પરિવાર
રાજકોટ જિલ્લાના ગોંડલની ગુંદાળા ચોકડી નજીક રહેતા શ્રમિક પરિવારે દોઢ માસની માસુમ દીકરીને ડામ અપાવ્યાની ઘટના સામે આવી છે.માસુમને તાવ અને આંચકી નહીં મટતા ભુવાની પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ભુવા દ્વારા તેણીને પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપવામાં આવતા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિજ્ઞાન જાથાની ટીમ ચિલ્ડ્રન હૉસ્પિટલ ખાતે પહોંચી હતી. અને ભુવા સામે ગુનો નોંધવાની માંગ જાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ કરી છે.
અંધશ્રદ્ધાનાં આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલી કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલથી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરની એક ખાનગી હૉસ્પિટલ અને સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને અહીં ખસેડવામાં આવી હતી. જ્યાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
બાળકીનાં પરિવારે જણાવ્યું હતું કે, તેને તાણ આંચકી અને તાવ આવતો હોવાથી દાહોદના કટવારા ગામ ખાતે એક ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હતા. આ વાતની કબૂલાત દીકરીના પિતાએ કરતા જ વિજ્ઞાન જાથાની ટીમ દોડી ગઈ હતી. અને પરિવારની સમજાવટ કરવામાં આવી હતી. સાથે જ આ મામલે દાહોદના કટવારા ગામે પહોંચી ભૂવા સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે. અને છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલની ગુંદાળા ચોકડી પાસે રહે છે.





Total Users : 115
Total views : 217
Who's Online : 0