Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

PSI એ અપરણિત કહી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું! અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 4812

અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ

પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સરકારી મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થતા અડાલજ પોલીસે PSI ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી

અડાલજ ખાતે રહેતા અને દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવતા બે બાળકોના પિતા એવા પોલીસ અધિકારીએ અપરણિત હોવાનું કહી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા

ભાંડો ફૂટતા ગુનો દાખલ

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા અડાલજ વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન અમદાવાદમાં જ સરકારી નોકરી કરતી અને અડાલજ પંથકમાં રહેતી મહિલા કર્મચારી સાથે કોઈ કાર્યક્રમમાં પરિચય થયો હતો. જો કે આ મહિલા કર્મચારી ડિવોર્સી હોવાથી આ પીએસઆઇએ તેની સાથે સંબંધો વધુ કેળવ્યા હતા અને પોતે પરિણીત તેમજ બે બાળકોનો પિતા હોવાની વાત છુપાવીને મહિલા સાથે પ્રણય શરૃ કર્યો હતો. ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવ્યા હતા અને શરીર સંબંધ પણ બંધાયા હતા. આ સ્થિતિમાં છેલ્લા છ મહિનાથી લીવ ઈનમા સાથે જ રહેતા હતા દરમિયાનમાં મહિલાને ખબર પડી હતી કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરિણીત છે અને વતનમાં તેનો પરિવાર રહે છે. જેના પગલે બંને વચ્ચે તકરાર શરૃ થઈ હતી અને હવે પીએસઆઇએ આ મહિલાને તરછોડી દેતા તેણીને છેતરાયનો અહેસાસ થયો હતો તેની સાથે સંબંધ રાખવા માટે જૂઠું બોલીને શરીર સંબંધ બનાવનાર આ પીએસઆઇ સામે આખરે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

PSI એ અપરણિત કહી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું! અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Related posts

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

Phone: 9998685264.

ગોધરા હાઇવે પર મહંત પરિવારની કારને જોરદાર ટક્કર મારી ઇજા પહોંચાડનાર ઇકો ચાલક વિરૂધ્ધ આખરે ફરિયાદ થઈ દાખલ

Phone: 9998685264.

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Leave a Comment