Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

New Traffic Guidelines – હવે બાઈક લઈને નીકળો તો હેલ્મેટ પહેરજો, BRTS કોરીડોરમાં વાહન ચલાવશો તો દંડાશો, સરકાર નવી ટ્રાફિક ગાઈડલાઈન તૈયાર કરી રહી છે

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 2607

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે ટ્રાફિકના નિયમોમાં સરકારે હળવાશ દાખવી હતી. હવે નવી સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે ફરીવાર ગુજરાતમાં હેલ્મેટનો નિયમ કડક બનશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. તે ઉપરાંત બેફામ વાહન ચાલકો માટે પણ સરકારે કમર કસી છે. હવે પોલીસ હાઈવે પર બોડી વોર્ન કેમેરા સાથે ઉતરશે. તે ઉપરાંત શહેરોમાં દરેક સિગ્નલ પર પોલીસ કર્મીઓ કેમેરા સાથે તૈનાત હશે. હવે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા નવી ટ્રાફિક પોલીસી તૈયાર કરવા માટેનું કામકાજ શરૂ કરી દેવાયું છે.

ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને કહ્યું કે, ટુ-વ્હિલરના અકસ્માતમાં 35 ટકા મોત હેલમેટ નહીં પહેરવાથી થતા હોવાથી હેલમેટનો અમલ કરાવાશે. સત્તાવાર સુત્રોનું માનીએ તો હવે કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેલ્મેટના નિયમને લઈને કડકાઈ દાખવશે. આગામી એક મહિના સુધી વાહનચાલકોનું ચેકિંગ હાથ ધરાશે. સુત્રોનું એમ પણ કહેવું છે કે મોતના આંકડા ઓછા કરવા માટે રાજ્ય સરકાર આ તૈયારી કરી રહી છે. અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતના બનાવો સામે આવતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે કોઈપણ વાહન ચાલક રોંગસાઈડ કે બીઆરટીએસ કોરીડોરમાંથી પસાર થશે તો તેની સામે કાર્યવાહી થશે. ગઈકાલે BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વિવિધ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને તેમના કુલ 41 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 14500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

New Traffic Guidelines – હવે બાઈક લઈને નીકળો તો હેલ્મેટ પહેરજો, BRTS કોરીડોરમાં વાહન ચલાવશો તો દંડાશો, સરકાર નવી ટ્રાફિક ગાઈડલાઈન તૈયાર કરી રહી છે

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Phone: 9998685264.

કન્યા સિવાય, બુધ ગ્રહ હવે તુલા રાશિમાં કરી રહ્યો છે પ્રવેશ, બુધ ગ્રહ શુક્ર સાથે લક્ષ્મીનારાયણ યોગ રચી રહ્યો છે, વાંચો રાશિફળ

Phone: 9998685264.

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment