Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 6114

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

અહેવાલ – રીતેશ પરમાર

જોધપુર ગામના પ્રેરણાતીર્થ બંગ્લોઝ વિ-2માં ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મકાન માલિક અમેરિકા અને પાલીતાણા ગયા હતા ત્યારે તસ્કરોએ સ્લાઇડર તોડીને ઘરમાં પ્રવેશીને સોના હીરાજડીત દાગીનાની ચોરી કરી હતી. આ મકાનમાં સીસીટીવી કેમેરા અને 24 કલાકનો ગાર્ડ રાખ્યો હોવા છતાંય આ બનાવ બનતા સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવા પણ પોકળ સાબિત થયા છે.

જોધપુર ગામ રોડ પરના મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશકુમાર શાહના પિતરાઇ ભાઇનો પુત્ર સંકેત શાહ દુબઇ રહે છે અને સંકેતભાઇના માતા રંજનબેન તથા કાકી વર્ષાબેન પ્રેરણાતીર્થ બંગ્લોઝ વિ-2માં રહે છે. ગત તા.21 જુલાઇએ રંજનબેન પાલીતાણા ગયા હતા. જ્યારે 7 ઓગસ્ટે વર્ષાબેન અમેરિકા જવાના હોવાથી કમલેશકુમારને ઘરનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેવામાં વર્ષાબેનના ઘરે ડ્રાઇવર તરીકે કામ કરતા મહેશ ઠાકોરે કમલેશકુમારને ફોન કરીને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતું. કમલેશકુમાર ત્યાં પહોંચ્યા હતા ત્યારે 24 કલાક કામે હાજર રહેતો સિક્યોરિટી ગાર્ડ આકાશ તિવારી મળ્યો હતો. આકાશ તિવારીએ જણાવ્યું કે રાત્રે આઠ વાગ્યે નોકરી પર આવ્યો ત્યારે ઘરની અંદરના સીસીટીવીની ડિસ્પ્લે ચાલુ હતી પરંતુ કેમેરાની દિશા બદલાયેલી હતી. જેથી મકાનની આસપાસ તપાસ કરતા સ્લાઇડર તોડીને તસ્કરોએ પ્રવેશ કર્યો હોવાનું જણાયું હતું. કમલેશકુમારે ઘરમાં તપાસ કરતા તસ્કરો 27 ગ્રામની 1.20 લાખની મતાની સોના હીરાજડીત બંગડી ચોરી કરી ગયા હતા. જો કે મકાન માલિક બહારગામ હોવાથી તસ્કરો અન્ય કેટલા રૂપિયાની મતા ચોરી ગયા તે મામલે તપાસ કરવા પોલીસને જાણ કરાતા આનંદનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

Related posts

મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, તાલુકા પોલીસ સ્ટાફે હોળીના શુભ અવસરે કર્યું સૌથી વધુ શુભ કાર્ય, માનસિક દિવ્યાંગ બાળકો સાથે મનાવી હોળી

Phone: 9998685264.

પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો! પોલીસકર્મી તેની પત્ની અને પરિવારજનો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

Phone: 9998685264.

હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

Phone: 9998685264.

Leave a Comment