Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હેપ્પી બર્થડે અમદાવાદ, આજે અમદાવાદનું 611મું સ્થાપના દિવસ, અમદાવાદ આખરે ઐતિહાસિક કેમ છે તેની સંપૂર્ણ વિગત જાણો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 408

રીતેશ પરમાર

સાબરમતીને કાંઠે વસેલું શહેર એટલે અમદાવાદ. આઝાદીની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ગાંધી આશ્રમ પણ અમદાવાદમાં આવેલો છે. અમદાવાદ એટલે એક વખતના બ્રિટનના માન્ચેસ્ટરની ઓળખ ધરાવતું શહેર. માન્ચેસ્ટરથી માંડીને યુનેસ્કોએ જુલાઈ, 2017માં દેશના પહેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું શહેર એટલે અમદાવાદ. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ધરાવતું શહેર એટલે અમદાવાદ. અમદાવાદનું બીજું નામ છે સેલિબ્રેશન. ઉજવણી કરવા માટે અમદાવાદીઓને બસ મોકો જોઈએ. આજે આપણા અમદાવાદને 611વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. યુનેસ્કો પાસેથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવ્યા પછી આખી દુનિયામાં

અમદાવાદની આગવી ઓળખ બની ગઈ છે. ઈન્ડો ઈસ્લામિક બાંધકામ થકી અમદાવાદે તોતિંગ ઈમારતો ધરાવતા આધુનિક શહેરો વચ્ચે પોતાની ઓળખ બનાવી છે. એક સમયે માન્ચેસ્ટર ઑફ ઈસ્ટ તરીકે ઓળખાતુ અમદાવાદ આજે નવા ભારતના ઝડપથી ઉભરતા શહેરોમાંનું એક છે. ઉદ્યોગ, શિક્ષણથી માંડીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, આપણું અમદાવાદ આટલા વર્ષોમાં ખાસ્સુ બદલાઈ ગયું છે. આ શહેરમાં અનેક લોકો પેઢીઓથી અહીં જ રહે છે તો બહારથી આવેલા પણ એવા અનેક લોકો છે જેમણે આ શહેરને પોતાનું ઘર બનાવી લીધુ છે.

આજે આપણા અમદાવાદનો જન્મદિવસ છે. જાણો અમદાવાદીઓ આ શહેર વિષે શું માને છે.ગુજરાતનું સૌથી મોટું શહેર અને જૂનું પાટનગર એટલે અમદાવાદ. અમદાવાદની વસતિ 2011ની વસતિ ગણતરી મુજબ 60 લાખ અને અત્યારે લગભગ 80 લાખની આસપાસ છે જે દેશના સૌથી મોટાં પાંચ શહેરોમાં સૌથી વધુ ધરાવતાં શહેરોમાંનું એક. દેશમાં અમદાવાદ રાજકીય અને સંસ્કૃતિ કેન્દ્રબિંદુ છે. દેશમાં આર્થિક અને ઔદ્યોગિક કામકાજનું હબ અમદાવાદ ગણાતું હતું અને હજી પણ ગણાય છે. દેશમાં હાલ પણ સૌથી બીજા નંબરનું કપાસ ઉત્પાદક મથક અમદાવાદ છે.અમદાવાદનો આજે 6011મો સ્થાપના દિવસ છે. ઈ.સ..1411માં સુલતાન અહમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અહમદશાહે જ્યારે અમદાવાદ વસાવ્યુ હતું ત્યારે શહેરમાં એક ડઝન દરવાજા હતા અને તેની ફરતે કોટ હતો. જેની વચ્ચે અમદાવાદ કેદ હતુ. સમય જતાં અમદાવાદનો વિકાસ કિલ્લા પૂરતો નહીં પણ ચોમેર થયો છે, જેના પરિણામે આજે અમદાવાદ જૂનું અમદાવાદ એટલેકે કોટ વિસ્તાર અને નવું અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વહેંચાય ગયો છે. અમદાવાદની શાન ગણાતાં દરવાજાઓ આજે પણ અડીખમ ઉભા છે, જે અમદાવાદના ભવ્ય ભૂતકાળના યાદ તાજી કરાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હેપ્પી બર્થડે અમદાવાદ, આજે અમદાવાદનું 611મું સ્થાપના દિવસ, અમદાવાદ આખરે ઐતિહાસિક કેમ છે તેની સંપૂર્ણ વિગત જાણો

Related posts

ગાંધીનગર જિલ્લાની લીંબડીયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે વર્કશોપનું આયોજન કરાયું! કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસ્થા PCRA દ્વારા પેટ્રોલ, ગેસ ડીઝલ તેમજ કુદરતી સંપતિની બચત વિશે જાણકારી અપાઈ

Phone: 9998685264.

મા કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિરઃ 100 કરોડનો ખર્ચઃ 9 વર્ષની અથાગ મહેનત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું કરાશે ભવ્ય સન્માન

Phone: 9998685264.

શ્રીલંકા સામેની સિરીઝ પહેલા વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી લીધો બ્રેક

Phone: 9998685264.

Leave a Comment