Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં સાબરમતી પોલીસની પોલ ખુલી! વહીવટદાર અને સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા કુખ્યાત બુટલેગર પાસેથી 10 પેટી દારૂ પકડાયો,

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 1504

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં ગુરૂવારે નવા આવેલા પોલીસ અધિકારીઓએ આવતાવેત જ કામ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પોલીસબેડામાં ફેરફાર થયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી કરી દેવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી થતા શહેરના બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે. ચાર્જ સંભાળતાની સાથે જ સાબરમતી વિસ્તારમાં કુખ્યાત બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
સાબરમતી વિસ્તારના બુટલેગર અજય છારાના દારૂના અડ્ડા પરથી 10 વિદેશી દારૂની પેટીઓનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. એ પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ અજય છારાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે આ પહેલા પણ વિદેશી દારૂના કેસમાં ઝડપાઈ ગયો છે. પણ આજ દિવસ સુધી સાબરમતીના PI તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આ ઉપરાંત સાબરમતી વિસ્તારમાં જુગાર માફિયા બાબુ દાઢી પણ જુગારના અડ્ડા ચલાવી રહ્યો છે. એની સામે પણ સાબરમતિ પોલીસે કોઈ પ્રકારની કામગીરી કરી ન હતી. સાબરમતી પોલીસ સ્ટેશનના વહીવટદાર હિતેન્દ્રસિંહ ચાવડાના આના પર ચાર હાથ છે.

એવી વિગત સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગની ટીમ તરફથી એક ટીમે અજય છારા નામના બુટલેગર પર દરોડો પાડ્યો હતો. આ પહેલા પણ જ્યારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે વિદેશી દારૂની પેટી પકડાઈ હતી. જાણે આ વિસ્તારમાં સાબરમતી પોલીસ સ્ટેશનના ચાર હાથ હોય એવું ચિત્ર હતું. પોલીસે કામગીરી કર્યા બાદ ફરી અહીં અડ્ડા શરૂ થયા હતા.
સાબરમતી વિસ્તારમાં અજય છારા અને બાબુ દાઢી જેવા બુટલેગર પોલીસની બીક વગર ખોટો ધંધો કરી રહ્યા છે. સાબરમતી પોલીસ મથકનો સ્ટાફ આવા બુટલેગરો છાવરી રહી હોય એવો માહોલ છે. સિંઘમ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા નિર્લિપ્ત રાય દ્વારા આ કેસમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હવે શું સાબરમતી PI પર પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ અંગે પ્રજા ચર્ચા કરી રહી છે. જોકે, અમદાવાદના આ એક વિસ્તારની વાત નથી. અમદાવાદના અનેક વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. જ્યાં સમયાંતરે આ પ્રકારની કામગીરી પોલીસ કરી રહી છે. પણ હવે ચર્ચા એવી પણ છે કે, સાબરમતી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના PIનું શું થશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં સાબરમતી પોલીસની પોલ ખુલી! વહીવટદાર અને સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા કુખ્યાત બુટલેગર પાસેથી 10 પેટી દારૂ પકડાયો,

Related posts

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Phone: 9998685264.

સુરતમાં ચીટર ભેજાબાજોએ ખેલ પાડ્યો,48 લાખના અસલી હીરા ખરીદી વેપારીને નકલી હીરા પધરાવ્યા, એક ઝડપાયો

Phone: 9998685264.

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Phone: 9998685264.

Leave a Comment