Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / અશ્લીલ મેસેજ કરનાર કડોદરાના PSI ને સસ્પેન્ડ કરાયા! મહિલા સહકર્મીને મોડી રાત્રે અશોભનીય મેસેજ કરતા કરાઈ કાર્યવાહી, પોલીસ બેડામાં મચ્યો ખળબળાટ

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 1430

મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSI સસ્પેન્ડ
સુરતના કડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ
રાત્રે 2 મહિલાકર્મીને અશોભનિય મેસેજ અને વિડીયો કોલ કરતા હતા
મહિલા પોલીસમાં જાણ કરતા મામલો બહાર આવ્યો હતો
રિપોર્ટ થતાં પીએસઆઇ સામે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા

મળતી માહિતી મુજબ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ મહિલા સહકર્મીને કથિત મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હોવાનો વિવાદ વકરતા જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતે નિવેદન નોંધાવા માટે કડોદરા પોલીસ સ્ટેશનમાં મેસેજ મોકલતાની સાથે જ પી.એસ.આઈ માંદગીનું બહાનું કાઢી ગેરહાજર થતાં સમગ્ર પ્રકરણ ભારે ચર્ચા સ્પદ બન્યું છે. બીજી તરફ કડોદરા પોલીસ સ્ટેશનના PSI એ.બી.મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ સાથે કામ કરતી મહિલા એલ.આર તેમજ એક મહિલા જી.આર.ડીને તેમજ એક ગુનામાં ભોગ બનેલી યુવતીને મોડી રાત્રે આપત્તિ જનક મેસેજ અને વિડીયો કોલ કરતા હતા.જેને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. વિવાદ વકરતા જ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.પી બિશાખા જૈને મહિલા પોલીસકર્મચારી અને જી.આર.ડીની પ્રાથમિક પૂછતાછ બાદ બે પાનાંનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને મોકલી આપ્યો હતો. જો કે હાલમાં જ મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કડોદરા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

રિપોર્ટ થતાં પીએસઆઇ સામે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનાં આદેશ આપતા જ પીએસઆઇ એ.બી.મોરી ખાતાકીય તપાસમાં માંદગીનું બહાનુ કાઢીને રજા પર ઉતરી ગયા હતા. જો કે હવે પી.એસ.આઈ એ.બી.મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી પરંતુ આ પહેલા પણ પી.એસ.આઈ અશોક મોરીએ જિલ્લાના કડોદરા, માંગરોળ અને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમ્યાન આજ પ્રકારના કારનામાં કર્યા હોવાની ચર્ચા છે. જો કે અત્યાર સુધી અશોક મોરી બચતા રહ્યા હતા. હવે જે પોલીસ સ્ટેશનના મહિલા અધિકારી ચાર્જમાં છે અને ત્યાં જ આ પ્રકારના પરાક્રમો કરતાં આ વખતે પીએસઆઇ બચી શક્યા નહીં.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / અશ્લીલ મેસેજ કરનાર કડોદરાના PSI ને સસ્પેન્ડ કરાયા! મહિલા સહકર્મીને મોડી રાત્રે અશોભનીય મેસેજ કરતા કરાઈ કાર્યવાહી, પોલીસ બેડામાં મચ્યો ખળબળાટ

Related posts

હેલ્થ / વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા કરો રોજ સવારે આ ચીજોનું સેવન, એક અઠવાડિયામાં જ દેખાશે ચમત્કારીક પરિણામ

Phone: 9998685264.

અમદાવાદ એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ આવ્યો! એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની વિવિધ એજન્સીઓ થઈ દોડતી! આખરે બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી કોણે વાંચો

Phone: 9998685264.

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment