Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઉમરપાડામાં બુટલેગરોએ દારૂ ભરેલી કાર દ્વારા પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો! સદનસીબે જીવ બચ્યો, પોલીસના બાઈકનું કચ્ચરધાણ, સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2274

અન્ય રાજ્યોની જેમ હવે ગુજરાતમાં પણ ક્રાઈમરેટ વધતો જઈ રહ્યો છે અને તેમાં પણ રાજકોટ, અમદાવાદ અને સુરત જેવા શહેરો મોખરે આવી ગયા છે. ઘણા શહેરોમાં ખુલ્લેઆમ છેડછાડ, મારપીટ , હત્યા અને દારૂની હેરફેરના બનાવો સામે આવતા જોવા મળે છે. ત્યારે સુરતમાં પણ આવા ઘણા કિસ્સાઓ છેલ્લા થોડા સમયમાં સામે આવી ગયા છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં બુટેલગરો પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
આ ઘટના સામે આવી છે સુરત જિલ્લાના ઉમરપાડામાંથી, જ્યાં પોલીસને બાતમી મળી હતી કે એક કારની અંદર વિદેશી દારૂ આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ આ ચોક્કસ બાતમીના આધારે વૉચ ગોઠવીને બેઠી હતી. ત્યારે જેવી જ કાર પસાર થઇ, પોલીસે આ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે કારને હંકારી મૂકી.

જુઓ ઘટનાનો વિડીયો

આ દરમિયાન એક વીડિયો પણ કેમેરામાં કેદ થઇ ગયો, જેમાં આ ઘટનાના ફિલ્મી દૃશ્યો જોવા મળી રહ્યા હતા. બુટેલગરોની કાર પોલીસથી બચવા માટે ભાગતી જોવા મળી રહી હતી. બુટલેગરોની કારનો પીછો કરી રહેલા બે બાઈક સવાર પોલીસકર્મીઓને કાર ચાલકે કચડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે બંને પોલીસકર્મીઓના જીવ બચી ગયા હતા. પરંતુ બાઈક ખાસું નુકશાન ગ્રસ્ત થયું હતું.

જેના બાદ બુટેલગરો કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા, આ બુટલેગરો પોતાની કાર ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક મૂકીને ત્યાંથી પણ ભાગી ગયા હતા. હાલ ઉમરપાડા પોલીસે કારને જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ પણ મળી આવ્યો છે. આ ઘટના ગત સોમવારના રોજ સાંજના સમયે સર્જાઈ હતી. ત્યારે લોકોમાં પણ હવે એ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતની અંદર બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદાનો પણ ડર નથી રહ્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

સુરતના ઉમરપાડામાં બુટલેગરોએ દારૂ ભરેલી કાર દ્વારા પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો! સદનસીબે જીવ બચ્યો, પોલીસના બાઈકનું કચ્ચરધાણ, સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો

Related posts

રાજકોટ બાદ અમરેલી જિલ્લામાં પણ PI અને PSI સહીત 9 પોલીસકર્મીઓની ધડાધડ બદલીઓ થી પોલીસ બેડામાં ફફડાટ, એસપી નિર્લિપ્ત રાય આકરા પાણીએ,

Phone: 9998685264.

રાજકોટ / કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ASI ની પુષ્પા અંદાજમાં ફેસબુક ઉપર પોસ્ટ! “ઝૂકેગા નહી સાલા “, રાજકીય આગેવાનના બનેવીના ત્યાં જુગારની રેડ કરતા બદલી કરાવી દેવાની ધમકી?

Phone: 9998685264.

અમદાવાદ /NCB ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ,

Phone: 9998685264.

Leave a Comment