Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

”સાહેબ મે પહેલી જ વાર ચોરી કરી છે” તેવું કહેનાર રીઢા વાહનચોરની પોલ પોકેટ કોપ એપ્લીકેશને ખોલી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2735

રીઢા વાહનચોરનો પોલીસને ભુતકાળ ભુલાવવાનો પ્રયાસ,પોકેટ કોપ એપ્લીકેશને પોલ ખોલી

અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ

રીઢો વાહનચોર નિર્દોષ હોવાની પીપુડી વગાડતો હતો…પોકેટ કોપ એપ્લીકેશને પોલ ખોલી નાંખી

અમદાવાદમાં ઢગલાબંધ ગુનાઓ કરનાર આરોપી અંતે પકડાયો

અમદાવાદમાં અસંખ્ય ગુનાઓ કરી પોલીસની આંખમાં ધુળ નાંખવાનો પ્રયાસ કરતા રીઢા વાહનચોરની પોલ પોકેટ કોપ એપ્લીકેશને ખોલી નાંખી હતી.પોલીસે અંતે શહેરમાં 12થી પણ વધુ ગુનામાં સંડોવાયેલા સાજીદ ઉર્ફે મોર્ડન શેખને દબોચી લીધો છે.

વિગતો એવી છે કે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંઘ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશ્નરએ આપેલી ખાસ સૂચનાના આધારે સેક્ટર 02 બ્રજેશ ઝા, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા શહેરના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ અપાઇ હતી. જેથી અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટએ પણ પોતાના સ્ટાફને પોકેટ કોપનો ઉપયોગ કરવા સૂચના આપી હતી.

દરમ્યાનમાં મણિનગર પોલીસે સાજીદ ઉર્ફે મોર્ડન અનવર ભાઈ શેખની ધરપકડ કરવામાં આવેલ હતી. સાજીદ ઉર્ફે મોર્ડન અનવર ભાઈ શેખની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં કોઈ ગુન્હામાં પકડાયેલા નહીં હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ, પીએસઆઇ એસ.આઇ.પટેલ, તથા સ્ટાફની ટીમ દ્વારા આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવર ભાઈ શેખની પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવર ભાઈ શેખે અમદાવાદમાં 12થી પણ વધુ ગુના કર્યા હોવાનું સામે આવ્યું હતું અને પાસા હેઠળ રાજકોટ અને વડોદરા જેલમાં પણ મોકલાયો હોવાની વિગતો બહાર આવી હતી. જેથી આરોપી સાજીદની તમામ પોલ પોલીસ પોકેટ કોપ એપની મદદથી ખુલી ગઇ હતી.

આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવર ભાઈ શેખની પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ* કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવર ભાઈ શેખ સને 2020ની સાલમાં અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન ખાતે 02 સહિત કુલ 03 ગુન્હામાં, 2021 ની સાલમાં વટવા પોલીસ સ્ટેશન ખાતેના સહિત 03 ગુન્હામાં, 2022 ની સાલમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે 02 ગુન્હા અને અટકાયતી પગલામાં તેમજ સને 2023 ની સાલમાં, દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે 01 ગુન્હામાં, સને 2024 ની સાલમાં વટવા પોલીસ સ્ટેશનના 01 ગુન્હામાં, ઉપરાંત ઈસનપુર, નારોલ, કાગડાપીઠ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે મળી, કુલ 10 કેસમાં/ગુન્હાઓમાં પકડાયેલ હોવાની તથા કાગડાપીઠ પોલિસ સ્ટેશન થી 2020ની સાલમાં રાજકોટ જેલ ખાતે પાસા કરેલ અને વટવા પોલીસ સ્ટેશન ખાતે સને 2022 ની સાલમાં વડોદરા ખાતે પાસા એમ બે વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઇ ચૂકેલ આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

”સાહેબ મે પહેલી જ વાર ચોરી કરી છે” તેવું કહેનાર રીઢા વાહનચોરની પોલ પોકેટ કોપ એપ્લીકેશને ખોલી

Related posts

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો

Phone: 9998685264.

રાજકોટ /ઘોર કળયુગ,પુત્રવધુએ સાસુને માર મારતા સાસુને મનમાં લાગી આવ્યું, પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી

Phone: 9998685264.

સુરતના અડાજણ -પાલ વિસ્તારમાં 14 વર્ષની કિશોરીના અપહરણનો મામલો, અંગ્રેજી પેપરની પરીક્ષા નહી આપવાના લીધે કર્યું પોતાના અપહરણનું તરક્ટ,

Phone: 9998685264.

Leave a Comment