Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગરમા અડધી રાતે માથાભારે શખ્સોએ મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો! વાહન અને ઘરમાં તોડફોડ કરતા ફરિયાદ દાખલ

સરદારનગરમા અડધી રાતે માથાભારે શખ્સોએ મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો! વાહન અને ઘરમાં તોડફોડ કરતા ફરિયાદ દાખલ

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 3290

સરદારનગરમા અડધી રાતે માથાભારે શખ્સોએ મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો! વાહન અને ઘરમાં તોડફોડ કરતા ફરિયાદ દાખલ

ત્રણ જેટલાં અજાણ્યા શખ્સોએ કુબેનગરના છારાનગરમા મધરાતે પાન પાર્લર ઉપરથી નાસ્તાના પડીકા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. પાર્લરના માલિક મહિલાએ રૃપિયા માંગતા શખ્સોએ છૂટા પૈસા નથી પછી આપી દઇશું કહીને તકરાર કરી હતી. ત્યારબાદ દોઢ કલાક પછી ફરીથી ત્રણેય શખ્સોએ પાછા આવ્યા હતા અને મહિલાના ઘર ઉપર પથ્થરમારો કરીને વાહનમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર ઉપર પથ્થરમારો કર્યો, વાહનો અને ઘરમાં કરી તોડફોડ..

સરદારનગર વિસ્તારમાં છારાનગરમા રહેતી મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૬ના રોજ રાત્રે ૩ વાગે તેમના પાન પાર્લર પર ત્રણ અજાણ્યા શખ્સો એક્સેસ લઇને આવ્યા હતા. ત્યારે તેમની માતા પાન પાર્લર પર હાજર હતા. જ્યા ત્રણેય શખ્સોએ નાસ્તાના પડીકા સહિત જુદી-જુદી ચીજ વસ્તુઓ ખરીદી હતી અને મહિલાએ રૃપિયા માંગતા છુટા રૃપિયા નથી પછી આપી દઇશું કહીને જતા હતા. આ સમયે ફરિયાદીએ આવીને તેઓનું વાહન પકડીને રોકવા જતા નીચે પડયા હતા. જો કે રોકીને રૃપિયા માંગતા ત્રણેય શખ્સોએ તકરાર કરી હતી.

અગાઉ પણ આવી રીતના હુમલાઓ સરદારનગર પોલીસના ચોપડે નોંધાયા છે…

આપને જણાવી દઈએ કે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલા સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ છારાનગરમા મોડી રાત સુધી નશાના બંધાણીઓ આંટાફેરા કરતા જોવા મળે છે. દારૂ અને માદક પદાર્થનો સેવન કર્યા બાદ આ વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બની ફરે છે.જેમાં બહાર વિસ્તારમાંથી આવતા માથાભારે તત્વો છરી,ચાકુ અને તલવારો દ્વારા નિર્દોષ લોકો ઉપર હુમલો કરતા હોવાના બનાવો સામે આવ્યા છે. જેના લીધે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.અગાઉ પણ આ વિસ્તારમા પોલીસના છુપા આશીર્વાદ થી મધરાતે ચાલતા જુગારધામ ઉપર પૈસાની હારજીત બાબતે સ્થાનિક યુવક અને પરપ્રાંતિય શખ્સ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બહાર વિસ્તારમાથી આવેલા પરપ્રાંતિય શખ્સે પોતાની પાસે રહેલી છરી સ્થાનિક યુવક ઉપર હુલાવી અસંખ્ય ઘા મારી દીધા હતા. આ બનાવમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.તેમ છતાં આવા લુખ્ખા અને માથાભારે અસામાજિક તત્વોને ગુના કરતા રોકવામાં સ્થાનિક પોલીસ સફળ રહી નથી. જેના લીધે આવી મારામારી તોડફોડ અને સભ્ય સમાજને શરમાવે તેવી ઘટનાઓ છાસવારે સરદારનગર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.એવીજ એક ઘટના ફરી વખત નોંધાતા સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલ ઉત્પન્ન થયાં છે. જોવાનું રહ્યું કે પોલીસ આવા માથાભારે અસામાજિક તત્વો સામે ક્યારે અને કેવી રીતના પગલા ભરશે.

Happy
Happy
33 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
33 %
Surprise
Surprise
0 %

સરદારનગરમા અડધી રાતે માથાભારે શખ્સોએ મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો! વાહન અને ઘરમાં તોડફોડ કરતા ફરિયાદ દાખલ

Related posts

સુરતમાં કોંગ્રેસની મહિલા નેતાની દારૂની હેરાફેરી કેસમાં ધરપકડ, ઉમરા પોલીસે બોલેરો પીક -અપ વાનમાં 7.50 લાખનો દારૂ ઝડપ્યો, વાહન ચાલક સહીત કોંગ્રેસ નેતા મેઘના પટેલની ધરપકડ

Phone: 9998685264.

શરમજનક / અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાંથી જ ચોરો 11 લાખના ટેન્કર અને તેની અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરી કરી ગયા, પોલીસ બેડામાં સન્નાટો

Phone: 9998685264.

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

Phone: 9998685264.

Leave a Comment