
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદના પૂર્વ વિસ્તાર સરદારનગર-કુબેરનગરમાં દુકાન ભાડે રાખવા જેવી સામાન્ય બાબતમાં એક આધેડ વ્યકિતને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.શહેરના કુબેરનગર વિસ્તારમાં છ લોકો ભેગા મળી આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી હત્યામાં સામેલ કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે. તેમજ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત મુજબ સરદારનગર વિસ્તારમાં નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીને 6 શખ્સો ભેગા મળી માર મારી હત્યા કરી નાંખી. નહેરુનગરમાં જ રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી. જેના પગલે દુકાન માલિક અને હત્યા કરનાર આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. જેમાં ખુન્નસ રાખી આરોપી શિવા વાધેલા, વિષ્ણુ વાધેલા સહિત 6 લોકોએ ભાડે રાખેલી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. સાંજે ધમકી આપ્યા બાદ આરોપીઓ આધેડ અર્જુન સોલંકીને મૂઢ માર માર્યો જેમાં લોખંડની પાઈપના બે ત્રણ ફટકા મારી લોહી લુહાણ કરી દીધા હતા.જે બાદ આરોપીઓ દુકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો અને પછી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા સરદારનગર પોલીસે સ્થળ પર આવી કાર્યવાહી કરી હતી અને હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી.
હત્યારા કાકા-ભત્રીજાની ધરપકડ અન્ય ફરાર
પોલીસે કાકા શિવા વાધેલા અને તેના ભત્રીજા દિલીપ વાધેલાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી કાકા ભત્રીજાએ આધેડ અર્જુનને મૂઢમાર મારતા હતા તેવામાં આરોપી શિવા વાધેલાનો પુત્ર કમલેશ અને વિષ્ણુ વાધેલા લોંખડ પાઈપના ફટકા માર્યા હતા. જેથી અર્જુનભાઈનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું. હત્યામાં ફરાર આરોપી વિષ્ણુ વાધેલા,મહેશ વાધેલા,કમલેશ વાધેલા અને અમરત વાધેલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. દુકાન પડાવવા છેલ્લા 15 દિવસથી ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે.





Total Users : 113
Total views : 215
Who's Online : 0