Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવાતિભવ્ય શિવકથા માં ચંન્દ્રયાન-૩ ના સફળ લોંન્ચીંગ માટે કરાશે મહામૃત્યુંજય મંત્ર

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2142

અહેવાલ – જ્યોતિ પટેલ
(સિનિયર જર્નાલિસ્ટ )

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધ્વારા અમદાવાદના ઘાટલોડીયા ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય શિવકથા ના બીજા દિવસે હજારો શિવભક્ત શ્રોતાઓ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા હતો.
શિવકથાના ત્રીજા દિવસે શિવકથા માં ચંન્દ્રયાન-૩ ના સફળ લોંન્ચીંગ માટે ૧૦ મિનિટ હજારો શ્રધ્ધાળુઓ ધ્વારા હનુમાન ચાલીસા સાથે મહામૃત્યુંજય મંત્ર ની સંગીતમય ધુન કરી હતી.તે સાથે જ વિશાળ મંડપમાં ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા હતા.
આજે સાંજે ચંન્દ્રયાન ના લેન્ડીંગની ઐતિહાસિક ઘટના ને શિવકથામાં મોટી સ્ક્રિન પર લાઈવ બતાવવામાં આવશે. જે સમયે સંગીતમય શિવધુન અને મંત્રોચ્ચાર કરવામાં આવશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર પી પટેલ અને પશ્ચિમ રીઝીયન ના ચેરમેન કેતન પટેલે(વિવાન્ટા ગ્રુપ) કહ્યું હતું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માત્ર ધાર્મિક સંસ્થા નથી,વૈચારિક સંસ્થા છે. જે શ્રધ્ધાળુઓ માં અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ ની પ્રેરણા માટે પણ પ્રયાસ કરે છે. ઈશરોના વૈજ્ઞાનિક પણ તપસ્વિ જ છે.ચંન્દ્રયાન – ૩ શિવજીની ઝટામાં બીરાજમાન ચન્દ્ર દેવ નજીક પહોંચ્યું છે. ચંન્દ્રયાન-૩ નું લોન્ચિંગ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. દેવાધિદેવ મહાદેવને આપણે સહું મળી પ્રાર્થના કરીએ કે હે મહાદેવ ચંન્દ્રયાન-૩ ને સફળ લોન્ચિંગ થાય તેવી ક્રુપા વરસાવજો. મહામૃત્યુંજય મંત્ર ચંન્દ્રયાન-૩ ના લોંન્ચીંગ ને સફળતા અપાવે તેવી હજારો શ્રદ્ધાળુઓ એ પ્રાર્થના કરી હતી.

વ્યાસપીઠ પર બીરાજમાન પ્રખર જ્ઞાની પૂજ્ય રાજેન્દ્ર શાસ્ત્રીજીએ તેમની પ્રભાવી વાણીમાં સરપાન કરાવ્યું હતું. ભગવાન શિવજી કરુણાવતાર છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ સ્વરૂપનો પરિચય પામવાનો અવસર મળ્યો છે. જીવનમાં ઘણા અવસર આવે છે. શિવ સાથે જોડાવાની ક્ષણ ને સુઅવસર કહેવાય. શિવની ક્રુપા આશિર્વાદ હોય તો જ શિવકથા માં આવી શકાય. ૐ કારમાંથી જ સ્રુષ્ટી નું સર્જન થયું છે. શિવ જ શિવનો મહિમા ગાઈ શકે. શિવ જ સાધ્ય છે. નવ ભક્તિમાં શ્રવણ પ્રથમ સ્થાન પર છે. શિવના ઉત્સવ ઉજવીએ છીએ, પણ કમનશીબે ઉત્સવની આડમાં વ્યસન કરીએ છીએ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વ્યસન મુક્ત અભિયાનથી શાસ્ત્રીજી પ્રભાવિત થયા હતા. વ્યાસપીઠ પરથી વ્યસનમુક્તિ માટે શ્રોતાઓ ને પ્રેરીત કર્યા હતા સાથે વ્યસન છોડી દેવા શપથ લેવડાવ્યા હતા.

શિવકથા માં કર્ણપ્રિય સંગીત અને ભક્તિ ધુન સાથે શ્રધ્ધાળુઓ મન મૂકીને નાચગાન કરતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શિવકથા માં ૐ મંત્ર,ઓમકાર અને ઉમા ઉચ્ચારણ અને તેના પ્રભાવ દર્શાવ્યા હતા. રોગમુક્ત થવી માનશિક શારીરિક રોગ મુક્ત થવા ૐ એટલે કે પ્રણવ મંત્ર નું મહત્વ દર્શાવ્યું હતું. સંસારને તરી જવાનો મંત્ર છે ૐ કાર પ્રણવ મંત્ર થઈ શિવત્વ ની પ્રાપ્તિ અને ચક્રોની જાગ્રુતિ ની સમજ આપી છે. ૐ કારમાં બીંન્દી છે તે મા ઉમા છે, મા ઉમિયા જગતજનની છે. ૐ નું ઉચ્ચારણ ન કરો અને માત્ર ઉમાનું ઉચ્ચારણ કરો તો પણ શિવત્વ પ્રાપ્ત થાય છે.
જળ એ જીવન છે. શાસ્ત્રીજીએ વ્યાસપીઠ પરથી જળનો બગાડ ન કરે તેવો સંકલ્પ લેવડાવ્યા હતો. શિવજીની આરાધના, ઉપાસના અને સાધના કરવાની અત્યંત મહત્વપૂર્ણ શિવકથા માં ધર્મ ના મૂલ્યો સાથે માનવ જીવનને મૂલ્યવાન બનાવવા ઉપરાંત જીવશ્રષ્ટી ની રક્ષા માટે પ્રેરણાદાયી સંદેશાઆપવામાં આવ્યા હતા. ધર્મના પ્રચાર પ્રસાર સાથે રાષ્ટ્ર ભાવના જાગ્રુતી કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
શિવકથામાં મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ પ્રકારના દાનનો ધોધ વહાવ્યો હતો. કથામાં ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત સન્માન કરાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવાતિભવ્ય શિવકથા માં ચંન્દ્રયાન-૩ ના સફળ લોંન્ચીંગ માટે કરાશે મહામૃત્યુંજય મંત્ર

Related posts

સુરતનો હીરા વેપારી જયારે પોતાના વતનમાં ખેતી કરતો હતો ત્યારે ગામના વડીલો તેમની મદદ કરતા, હીરાના વેપારીએ વડીલોને હવાઈ મુસાફરી કરાવી તેમનું ઋણ ચૂકવ્યું

Phone: 9998685264.

ગવર્નમેન્ટ ઓફ ગુજરાત / એડી. કલેકટર લખેલી કારનો ડ્રાઈવર ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં રોડ વચ્ચે ગાડી ઉભી રાખી કારમાંજ સુઈ ગયો, પોલીસે ગાડીમાંથી દારૂની બોટલ અને ડ્રાઈવરને ઝડપ્યો

Phone: 9998685264.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

Phone: 9998685264.

Leave a Comment