Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વધુ એક યુવતીની હત્યાં / વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 20 વર્ષીય યુવતીની હત્યાં કરી! પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળુ દબાવી અને ડામ આપી હત્યાં કરી હોવાનું સામે આવ્યું

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 887

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વડોદરામાં એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો કે. વડોદરામાં મીરા સોલંકી નામની યુવતીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવી છે. જેના લીધે ચારોતરફ ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું છે. વડોદરાના માજલપુર વિસ્તારની 20 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવેલ છે. આ લાશ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખેતરમાંથી મળી આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મીરા સોલંકી છેલ્લા બે દિવસથી ઘરથી બહાર ચાલી ગઈ હતી. આ કારણોસર પરિવારજનો દ્વારા માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ યુવતી મળે તે પહેલા તેની હત્યા કરાયેલ લાશ મળી આવી છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ ઘટના પહેલા મીરા દ્વારા તેની પિતરાઈ બહેનને વોટ્સએપ મેસેજ કરીને સંદિપ મકવાણા નામના વ્યક્તિ સાથે હોવાની જાણકારી આપવામાં આવી હતી.
પરિવારજનો દ્વારા મીરાના મૃતદેહને વડોદરા લાવી પીએમ અર્થે મોકલી દેવામાં આવેલ છે. જ્યારે એક તરફી પ્રેમમાં મીરાની હત્યા કરવામાં આવી હોવાની પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે તિલકવાડા પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરવામાં આવી છે. મીરાનો મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનિકલ શોર્સ દ્વારા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ પીએમ રૂમ પર તાત્કાલિક દોડી આવ્યા છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો વડોદરાના માજલપુર દરબાર ચોકડી પાસે રહેનાર મીરા સોલંકીની લાશ તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ખેતરમાંથી હત્યા કરેલી હાલત લાશ મળી આવી હતી. જ્યારે મીરા દ્વારા તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ મોકલીને જણાવવામાં આવ્યું હતું કે, હું સંદીપ સાથે છું. મારી ચિંતા કરશો નહીં. હું રવિવાર સાંજ સુધીમાં ઘરે પરત આવી જઇશ. જયારે મીરા સોલંકીએ તાજેતરમાં ધોરણ-12 ની પરીક્ષા આપવામાં આવી હતી. તેની સાથે વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા મીર સોલંકીની લાશનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.

પોલીસ દ્વારા આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે, મીરાની હત્યા ગળું દબાવીને તેમજ ડામ આપીને કરવામાં આવેલ છે. તેમ છતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી તેની સ્પષ્ટતા થશે. તેની સાથે મીરા સોલંકીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, જુના પાદરા રોડ ઉપર રહેનાર સંદીપ મકવાણા નામના યુવક સાથે તે ગઈ હોવાનું સામે આવેલ છે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

વધુ એક યુવતીની હત્યાં / વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 20 વર્ષીય યુવતીની હત્યાં કરી! પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળુ દબાવી અને ડામ આપી હત્યાં કરી હોવાનું સામે આવ્યું

Related posts

જીગ્નેશ મોદીના કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની વાત અફવાહ! પાર્ટી સાથે વફાદાર છું અને રહીશ : જીગ્નેશ મોદી

Phone: 9998685264.

વટવા જીઆઈડીસી પોલીસની જબરદસ્ત કામગીરી! ખૂનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચ્યા

Phone: 9998685264.

સુરતમાં છેડતી મામલે વધુ એક હત્યાં, છેડતી કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા તરુણને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ

Phone: 9998685264.

Leave a Comment