Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા / VIP સ્ટાઈલથી દારૂનો જથ્થો ઘુસાડવાનો કારસ્તાન ફ્લોપ, LCB એ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાંથી આશરે 20 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 288

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વડોદરા ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે કોટંબી નજીક આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાંથી રૂ. 19.83 લાખના દારૂનો જથ્થો પકડી પાડ્યો
કોટંબી નજીકના શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં બે બાઇકોના પાયલોટિંગ સાથે અશોક લેલનમા મોટા જથ્થામાં દારૂ લવાયો હતો
પોલીસે બાતમી વાડી જગ્યાએ ખાનગી વાહનોમાં પહોંચીને તપાસ કરતા મોટા પ્રમાણમા દારૂ મળી આવ્યુ હતું
એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂના જથ્થાને કબજે લઈ દારના કટિંગ સાથે સંકડાયેલાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીના આગમન પહેલા વડોદરા ગ્રામ્ય એલસીબી એ દારૂનો મોટો જથ્થો પકડી પાડી સરાહનીય કાર્ય કર્યું છે. તહેવાર ટાણે દારૂ રસિયાઓને તરબતર કરવા માટે કોટંબી નજીક આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં દારૂ લવાયો હતો. પોલીસ જવાનોએ તહેવાર ટાણે જ દારૂનો ક્વોલિટી કેસ પકડી પાડ્યો હતો.

રાજ્યમાં કહેવા માટે તો દારૂ બંધી છે, પણ તેનો અમલ કેટલી કડકાઈ પૂર્વક કરવામાં આવી રહ્યો છે તે તો સૌ કોઈ જાણે છે. બુટલેગરો સામે પાસા સુધીની કડક કાર્યવાહી છતાં દારૂનું વેચાણ અટકવાનું નામ નથી લેતું. હાલ નવરાત્રી બાદ દિવાળીને હવે જૂજ સમય બાકી રહ્યો છે. ત્યારે તહેવાર ટાણે રસિયાઓને દારૂ પૂરો પાડવા માટે મોટા જથ્થામાં દારૂ શહેરમાં ઠલવાઇ રહ્યો છે. જો કે આ સમયે પોલીસે પણ સક્રિય રહીને દારૂના મોટા જથ્થાને પકડી પાડવામાં અગ્રેસર છે.

આજરોજ વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે બે બાઇકોના પાયલોટિંગ સાથે મોટા જથ્થામાં દારૂ કોટંબી નજીક આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં લાવવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમી વાડી જગ્યાએ ખાનગી વાહનોમાં પહોંચીને તપાસ કરતા તેઓ પણ સ્તબદ્ધ થઈ ગયા હતા.

શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નમ્બર 39 નું ગોડાઉન ભાડે રાખી તેમાં રૂ. 19.83 લાખના દારૂનું કટિંગ હાથ ધરવામાં આવવાનું હતું. પરંતુ પોલીસે દોરડો પાડી પ્લાન ફ્લોપ કરી દીધો હતો. પોલીસે લાઈટબીલના આધારે ગોડાઉન મલિક ગીરીશભાઈ પાટીલ, વડોદરાની પૂછપરછ હાથ ધરી હતી. તેની પૂછપરછ દરમિયાન ગોડાઉન રવિ વૈષ્ણવ , રહે – જોધપુર, રાજસ્થાને ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે દારૂ સહિત રૂ. 26.32 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મામલે પકડવાના બાકી આરોપીઓ

શ્રવણ બીશ્નોઈ – ઝલોર, રાજસ્થાન

જગદીશ બીશ્નોઈ – ઝલોર, રાજસ્થાન

ઉર્સખાન પીર ખાન – ઝલોર, રાજસ્થાન

રવિ વૈષ્ણવ – જોધપુર, રાજસ્થાન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા / VIP સ્ટાઈલથી દારૂનો જથ્થો ઘુસાડવાનો કારસ્તાન ફ્લોપ, LCB એ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાંથી આશરે 20 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

Related posts

આ બટુકભાઇને ઓળખી લેજો,કયાંક તમેતો પૈસા નથી આપ્યાને, કોર્ટે કરી 1 વર્ષની સજા

Phone: 9998685264.

દુર્ભાગ્યપૂર્ણ ઘટના, સચિન તેંડુલકરના સૌથી મોટા ફેન સુધીરકુમાર સાથે પોલીસે કરી મારપીટ, જે પોલીસ સ્ટેશનના ઉદઘાટનમાં ચીફ ગેસ્ટ હતો એજ પોલીસ સ્ટેશનમાં માર માર્યો

Phone: 9998685264.

સંતાનોની આત્મહત્યા એક ભયાનક સામાજીક દુષણઃ પરિક્ષાર્થીઓના માતાપિતા રહો સાવધાન-સતર્ક

Phone: 9998685264.

Leave a Comment