Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા / સ્ટેટ વિજિલન્સ દ્વારા વડોદરા ગ્રામ્ય વિસ્તાર જરોદ અને શહેરના અટલાદરા વિસ્તારમાંથી લાખો રૂપિયાના દારૂ ઝડપી પાડવા મામલે PI કે. એમ. છાસિયાની બદલી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 309

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગત તા. 29 નવેમ્બર ના રોજ સ્ટેટ વિજિલન્સે વડોદરા ગ્રામ્ય જરોદ અને વડોદરા શહેરમાં બે સ્થળે દરોડા પાડ્યાં હતા
જરોદમાંથી અંદાજીત 20 લાખ ઉપરાંત અને અટલાદરામાંથી રૂ. 26.15 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
સ્ટેટ વિજિલન્સના દરોડામાં માંજલપુર પોલીસ પી.આઇ કે.એમ છાસીયાની બદલીનો ઓર્ડર આવી ગયો

વડોદરા જ નહી પણ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે, તેનાથી સૌ કોઇ સારી રીતે વાકેફ છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક બુટલેગરો દારૂ છુટથી વેચે છે, તે વાત પણ કોઇ અજાણ હોય તેવુ લાગતુ નથી. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજ બે રોજ વિપુલ માત્રામાં દારૂનો જથ્થો તો પકડાય જ છે. છતાંય અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ લાવવાની કામગીરી અટકવાનુ નામ નથી લઇ રહીં. આ દરમિયાન ગત તા. 29 નવેમ્બરના રોજ સ્ટેટ વિજિલન્સે વડોદરા ગ્રામ્ય અને શહેરમાં બે સ્થળે દરોડા પાડી અંદાજીત 46 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એકાએક માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામા આવી છે.

ગત તા. 29 નવેમ્બરના રોજ સ્ટેટ વિજિલન્સની ટીમ વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાતરમાં પહોંચી હતી. જોકે તેમણે ચોક્કસ બાતમી મળી હતી કે, વાઘોડીયા હાઇવે સ્થિત ડીસીન્ડ હોટલ પાસેથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર પસાર થનાર છે. જેથી તેઓ વોચમા હતા અને કન્ટેનર આવતા જ તેને રોકી તપાસ કરતા આખુ કન્ટેનર ભરીને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ સ્ટેટ વિજિલન્સની એક ટીમ વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અટલાદરા વિસ્તારમાં વોચમાં હતી. જ્યાં વી.એમ.પી પ્લાઝાના શોપીંગ સેન્ટરમાં આવેલી ફરસાણની દુકાનમાંથી કેટલાક શખ્સો છોટા હાથી ટેમ્પોમાં દારૂનુ કટીંગ કરી રહ્યાં હતા. પોલીસ પહોંચતા જ ત્રણ જેટલા શખ્સો ભાગી છુટ્યા હતા. દરમિયાન દુકાનની અંદર તપાસ કરતા મમરાની ગુણોની આડમાં સંતાડી રાખવામાં આવેલો વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.દુકાનની તપાસ દરમિયાન કુલ રૂ. 26,15,415ની કિંમતની 8841 બોટલો મળી આવી હતી. જેથી આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ વિજિલન્સની રેડ દરમિયાન માંજલપુર પોલીસ ઊંઘતી ઝડપાતા પી.આઇ કે.એમ છાસીયાની તાત્કાલીક ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે, થોડા દિવસો પહેલા જ રાજ્યના ગૃમંહત્રી હર્ષ સંઘવી શહેરની મુલાકાતે હતા તેજ સમયે વહેલી સવારે સ્ટેટ વિજિલન્સની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફતેંગજ વિસ્તારમાં રેડ પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ તે સમયે સયાજીગંજ પોલીસ સ્ટેશનના અધિકારી કે કર્મીઓ સામે કોઇ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા ન હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા / સ્ટેટ વિજિલન્સ દ્વારા વડોદરા ગ્રામ્ય વિસ્તાર જરોદ અને શહેરના અટલાદરા વિસ્તારમાંથી લાખો રૂપિયાના દારૂ ઝડપી પાડવા મામલે PI કે. એમ. છાસિયાની બદલી

Related posts

ઘી કાંટા ફોજધારી કોર્ટની સામે આવેલી રામાપીર મંદિરની બિલ્ડીંગને AMC સીલ કરી
આ બિલ્ડિંગમાં મંદિરની આડમાં કોમર્શિયલ વકીલોને ઓફિસો હોવાથી સીલ કરાઈ, 40 લાખ ટેક્ષ બાકી હોવાના લીધે કરાઈ કાર્યવાહી

Phone: 9998685264.

લો બોલો આતો કેવી ફરીયાદ, હું MBA છું મારી ઓફિસમાં 10 લોકો મારી હાથ નીચે કામ કરે છે, મારો પતિ પોતું મારવાનું કહે છે,

Phone: 9998685264.

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ધૂત બની ભાન ભુલ્યો, ગાળો ભાંડતો હોવાથી જેલરે પોલીસ બોલાવી કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાવ્યો

Phone: 9998685264.

Leave a Comment