Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ પોલીસ કમિશ્નર 15 ટકા કમિશન લઈને ફસાયેલાં રૂપિયા કઢાવી આપે છે? ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા ગંભીર આક્ષેપ, ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ પડાવ્યાનો પણ આક્ષેપ?

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 393

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટઃ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર સનસનીખેજ આક્ષેપ કરતા પોતાની જ ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે, તેમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મામલે તપાસની માંગ કરી છે, ધારાસભ્યનો આરોપ છે કે પોસીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં કઢાવી આપવા માટે 15 ટકા સુધીનું કમિશન વસૂલે છે, આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું તેમને કહ્યું છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલના આક્ષેપ છે કે થોડા સમય પહેલા મહેશભાઇ નામના ઉદ્યોગપતિ સાથે ચિટીંગ થયું હતુ અને તેમના 15 કરોડ રૂપિયા કઢાવવાના નામે અગ્રવાલે 75 લાખ રૂપિયા એક પીઆઇ મારફતે આ ઉદ્યોગપતિ પાસેથી પડાવી લીધા હતા, પોલીસ એક રીતે ગુંડાઓનું કામ કરી રહી હોવાના આરોપ ભાજપના જ ધારાસભ્યએ લગાવ્યાં છે.

રાજકોટના જેસીપી ખુર્શીદ અહેમદે આ મામલે કહ્યું છે કે આ કેસની તપાસ કરાશે, જો કે તેઓ મીડિયાને યોગ્ય જવાબ આપી શક્યા નથી, તેમના સિનિયર અધિકારી સામેની ફરિયાદમાં તેઓ દબાઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે.

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું કે લોકો ડરતા હોવાથી કોઇ ફરિયાદ કરતું નથી, પરંતુ મે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, આ મામલે ઝડપથી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. પોલીસ લોકોને દમ મારીને અહીં ના કરવાના કામો કરી રહી છે, આવા અનેક કિસ્સાઓ તેમની નજર સામે બન્યાં છે.અગાઉ પણ રાજકોટમાં વિવાદીત જમીનોના કેસોમાં અને ડૂબેલા નાણાં મામલે પોલીસ લોકો પાસેથી રૂપિયા પડાવતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ પોલીસ કમિશ્નર 15 ટકા કમિશન લઈને ફસાયેલાં રૂપિયા કઢાવી આપે છે? ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા ગંભીર આક્ષેપ, ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ પડાવ્યાનો પણ આક્ષેપ?

Related posts

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

Phone: 9998685264.

અમદાવાદ / નરોડા પોલીસની હદમાં ચાલતા જુગારધામ પર ડીજી વિજિલન્સની ટીમ ત્રાટકી, લાખોના મુદ્દામાલ સહીત 12 થી વધુ જુગારીઓ ઝડપાયા

Phone: 9998685264.

મુંબઈ / લાલબાગમાં 60 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, એક શખ્સ પોતાનો જીવ બચાવવાં બાલ્કનીમાં લટક્યો, અંતે નીચે પટકાયો, જુઓ લાઈવ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment