Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ પોલીસ કમિશ્નર આકરા પાણીએ! 5 લાખની તોડકાંડ ઓડિયોકલીપ વાયરલ મામલે જમાદારને કર્યા સસ્પેન્ડ, પોલીસને સસ્પેન્ડ કરવાનાં પગલે તંત્રમાં મચ્યો ખળભળાટ

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 1772

તોડકાંડની ઓડિયોક્લિપ વાયરલ થવા મુદ્દે તંત્ર એલર્ટ
ઓડિયોક્લિપ વાયરલ થવા મુદ્દે પોલીસ કમિશ્નરને લીધું આકરું પગલું
ઓડિયોક્લિપમાં 5 લાખની માંગણી કરાઈ હતી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ એક બાદ એક આકરા નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં તેઓએ વાહનમાંથી પોલીસ નહીં હટાવનાર 7 પોલીસ કર્મચારીઓને ક્વાર્ટર ખાલી કરવા આદેશ આપ્યો હતો.
ત્યારે હવે 5 લાખના તોડકાંડની ઓડિયોક્લિપ વાયરલ થવા મુદ્દે જમાદાર વિજયગીરીને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. અને પોલીસ કમિશ્નરનાં બે આકરા નિર્ણયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ બુટલેગર સાથે સેટિંગ કરવા અંગે બુટલેગરનાં મિત્ર સાથે વાત કરતા જમાદાર વિજયગીરી ગોસ્વામીની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હતી અને આ સેટિંગમાં બે પીઆઇ , એસીપી અને ડીસીપી સુધી આપવાનું હોય તેવો સંવાદ કરવામાં આવ્યો હતો. જેને પગલે પ્રથમ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જમાદાર વિજયગીરીની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે આજે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ કમિશ્નર અને ક્રાઈમ બ્રાંચ સામે થયેલ આક્ષેપ બાદ અધિકારીઓ બદલાયા હતા. ત્યારબાદ બીજા રાઉન્ડમાં તમામ કર્મચારીઓને બદલી નાખવામાં આવ્યા હતા. અને આ નવી ભરતીમાં કર્મચારીના છેલ્લા 3 વર્ષના રેકોર્ડ ચકાસી નિમણુંક આપવામાં આવી હતી. જેમાં વિજયગીરી પસંદગી પામ્યા હતા. ત્યારે જે-તે સમયે થયેલી પસંદગી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે પોલીસ કમિશ્નરનાં આકરા પગલાંથી પોલીસ કર્મચારીઓમાં સોપો પડી ગયો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ પોલીસ કમિશ્નર આકરા પાણીએ! 5 લાખની તોડકાંડ ઓડિયોકલીપ વાયરલ મામલે જમાદારને કર્યા સસ્પેન્ડ, પોલીસને સસ્પેન્ડ કરવાનાં પગલે તંત્રમાં મચ્યો ખળભળાટ

Related posts

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફ્ટકાર્યો! ચેક રિટર્ન કેસમાં ફરિયાદી સાથે બેદરકારી બદલ ઉપલેટા કોર્ટની કાર્યવાહી, જો PI દંડ ના ભરે તો તેમના પગારમાંથી કાપી લેવા કમિશ્નર ને હુકમ કર્યો

Phone: 9998685264.

નવા મંત્રી મંડળમાં સામેલ આ નેતા સામે પાર્ટીની કાર્યકર્તાએ લગાવ્યો દુષ્કર્મનો ગંભીર આક્ષેપ? પોલીસ ફરીયાદ નથી લેતી તો બીજીતરફ સમગ્ર કાંડને પતાવવા નેતાના માણસો 20 લાખની ઓફર કરી રહ્યા હોવાનું પણ આક્ષેપ?

Phone: 9998685264.

ચૂંટણીને ધ્યાનમાં રાખી જામનગર પોલીસ સતર્ક, પોલીસ મહાનિરીક્ષક અશોક યાદવની સૂચનાથી LCB ત્રાટકી, ઇંગલિશ દારૂની હેરાફેરી કરતી ત્રિપુટીને ઇંગલિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી

Phone: 9998685264.

Leave a Comment