Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે! સુરતના કુદસડ ગામમાં ઠેર ઠેર ગંદકી, કચરાનું સામ્રાજય, ગટરો ઉભરાઈ રહી હોવાના કારણે બીમારી ફેલાવવાની શક્યતા :દર્શન નાયક :

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 1839

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિના અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરુ કરી સ્વચ્છ ભારતના રૂપમાં સર્વેશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી હતી.ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ હતી. સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતાં પ્રધાનમંત્રી સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતાં પ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન કર્યું હતું કે , તેઓ એક સાફ અને સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સ્વપ્નને પુરું કરે. શ્રી નરેન્દ્ર મોદીએ પોતે મંદિર માર્ગ પોલિસ સ્ટેશન પાસે, સફાઈ અભિયાન શરૂ કર્યું. પ્રધાનમંત્રી દ્વારા ગંદકી સાફ કરવા માટે ઝાડુ પકડવાના કારણે સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં એક જન આંદોલન બની ગયું હતું.તેમણે કહ્યું કે લોકોએ ન તો ગંદકી કરવી જોઈએ અને ન બીજાને કરવા દેવી જોઈએ. વડા પ્રધાનના આ અભિયાનને સફળ બનાવવા દેશના તમામ વર્ગો જોડાયા હતા. પરંતુ ઘણા બધા એવા શહેરો અને ગામડાઓ છે જ્યાં આજદિન સુધી સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર દેખાય છે. જેનો એક દાખલો દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લાના કુદસડ ગામ ખાતે જોવા મળ્યો હતો.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવા આવી રહ્યું છે ,જે અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવા આવે છે.જેનો ઉપયોગ પદાધિકારીઓ અને વહીવટી તંત્રએ સાફસફાઈ કરી સ્વચ્છતા જાવવાવામાં કરવાનો હોય છે.પરંતુ ઓલપાડ તાલુકાના કુદસડ ગામના વિવિધ વિસ્તારમાં સ્થળ મુલાકાત દરમ્યાન સમૂહ વસાહત સહિત અનેક જગ્યાએ ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળેલ છે. તથા આયોજન પૂર્વક બનાવવામાં આવેલ ગટર લાઇન ને કારણે અનેક મહોલ્લા અને સોસાયટી ઓમાં ગટર ના પ્રદૂષિત અને ગંદા પાણીનો ભરાવો જોવા મળેલ છે. આ ગટરના ગંદા પાણીમાં જંગલી ભૂંડો નો આતંક પણ સ્થાનિક નાગરિકો એ ભોગવવો પડી રહ્યો છે. ઠેર ઠેર સ્થાનિક નાગરિકો આ ગંદકી થી હેરાન પરેશાન થઈ ગયેલ છે.

જ્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવે છે તો ઓલપાડ તાલુકાના કુદસડનાં સમૂહ વસાહત વિસ્તારમાં આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ છે?શું સ્વચ્છતા અભિયાન અંતર્ગત કુદસડ ગામે કોઇ ગ્રાંટ ફાળવવામાં આવી નથી? જો ગ્રાંટ ફાળવવામાં આવી હોય તો આ નાણાં ગયા ક્યાં? શુ આ સ્વચ્છતા અભિયાનાં નામે કોઈ ખુલ્લામાં ભ્રષ્ટાચાર આચરી રહ્યું છે? તેની તપાસ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકે અભિયાન શરુ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે! સુરતના કુદસડ ગામમાં ઠેર ઠેર ગંદકી, કચરાનું સામ્રાજય, ગટરો ઉભરાઈ રહી હોવાના કારણે બીમારી ફેલાવવાની શક્યતા :દર્શન નાયક :

Related posts

અમરેલી સેસન્સ કોર્ટનાં સરકારી વકીલે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, કેસ બાબતે ઓફિસે બોલાવી દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો, પુત્રને મારી નાખવાની આપી ધમકી

Phone: 9998685264.

સુરતના અડાજણ -પાલ વિસ્તારમાં 14 વર્ષની કિશોરીના અપહરણનો મામલો, અંગ્રેજી પેપરની પરીક્ષા નહી આપવાના લીધે કર્યું પોતાના અપહરણનું તરક્ટ,

Phone: 9998685264.

શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના! ભવિષ્ય ઘડનારાઓ ભૂલ્યા ભાન,
શિક્ષક-શિક્ષિકાની બિભત્સ પ્રેમલીલાથી વાલીઓનો હલ્લાબોલ, સ્કૂલને કરાઈ તાળાબંધી

Phone: 9998685264.

Leave a Comment