Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચ /ધારિયા અને કુહાડી જેવા હથિયારો સાથે નગ્ન પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા યુવાનો પોલીસ ગીરફતમાં આવતા હવા નીકળી ગઈ, હાથ જોડી પોલીસ સામે કરગર્યા માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 278

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અશોકા બિલ્ડકોમ કંપનીના 4 સિકિયોરિટીના યુવાનોએ હાથમાં ધારીયા અને ફરશી વડે સ્ટંટ કરી હથિયારોનું નગ્ન પ્રદર્શન કર્યું હતું
સોશ્યલ મીડિયા ઉપર વિડીયો વાયરલ બનાવવા કરેલા કૃત્યમાં પોલીસે ધરપકડ કરતા જ કહ્યું સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો
બે બાઇક, મોબાઈલ, હથિયારો સાથે ચારેય સામે ગુનો દાખલ
ભરૂચ પોલીસની નસીયત જાહેરમાં હથિયારો ધારણ કરી ભય ફેલાવવાનું આવું કૃત્ય કરશે તો કડકમાં કડક કાર્યવાહી

ભરૂચમાં 4 યુવાનોએ ભાઈગીરીના અભરખા અને સોશ્યલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે હથિયારોના નગ્ન નાચ સાથે સ્ટંટ કરતો બનાવેલા વીડિયોમાં પોલીસે ધરપકડ કરતા જ ચારેયની ભાઈગીરી નીકળી ગઇ હતી. પોલીસ સામે બે હાથ જોડી સાહેબ ભૂલ થઈ ગઈ હોવાનું ચારેય એ રડમસ ચહેરે આજીજીઓ કરી હતી. સુરતની જેમ સ્ટંટ કરવો ભરૂચના 4 યુવાનોને ભારે પડી ગયો છે. બે બાઇક ઉપર હથિયારો સાથે પુરઝડપે બનાવેલો જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થતા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ઉપરથી આ ચારેય યુવાનોને ઝબ્બે કરવા મેસેજ આવ્યો હતો.

ભરૂચ તાલુકા પોલીસે વાયરલ જોખમી વિડીયોની તપાસ કરતા આ ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ના કેબલ બ્રિજનો નહિ પરંતુ કુકરવાડા પાસેટ પસાર થતા નવા બનેલા એક્સપ્રેસ વે ના પ્રતિબંધિત 8 લેન કેબલબ્રિજનો હતો. ત્યાં ના કર્મચારીઓને વિડીયો બતાવી પોલીસે તપાસ કરતા 2 બાઇક ઉપર પ્રાણઘાતક હથિયારો સાથે જોખમી સ્ટંટ કરી ભયનો માહોલ ફેલાવનાર આ 4 યુવાનો અશોકા બિલ્ડકોન કંપનીના સિક્યોરિટી ગાર્ડ નિકળા હતા.

જેના આધારે ભરૂચ તાલુકા પોલીસે ભરૂચના સિતપોણના અસ્ફાક યાકુબ માલા, કંબોલીનો ફૈયાઝ હનીફ સિંધી, મુબારક સફીક સિંધી અને વરેડિયા ગામનો ઇર્ષાદ જુસબ સિંધીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ચારેય સિકિયોરિટીના જવાનોને જોખમી સ્ટંટ કરતા લોકઅપ ભેગા કરતા જ તેમની ભાઈગીરી નીકળી ગઈ હતી. અને ચારેય યુવાનો પોલીસને બે હાથ જોડી સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો ની કાકલૂદી કરવા માંડ્યા હતા.

પોલીસે ચારેયને 2 બાઇક, ધારીયા, ફરસી, મોબાઈલ સાથે પકડી લઈ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન, લોકોમાં ભય ફેલાવો, જીપી એક્ટ, મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ, પ્રીતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને પુરઝડપે સ્ટંટ તેમજ સોશ્યલ મીડિયા ઉપર તેને વાયરલ કરી અન્યને અનુકરણ કરવા પ્રેરી બીજાના જીવ પણ જોખમમાં નાખી શકે તે સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.

ભરૂચ પોલીસે તમામને નસીયત પણ આપી છે કે જાહેરમાં હથિયારોના આવા પ્રદર્શન થકી જે કોઈ પણ ભય ફેલાવવાનું આવું કૃત્ય કરશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભરૂચ /ધારિયા અને કુહાડી જેવા હથિયારો સાથે નગ્ન પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા યુવાનો પોલીસ ગીરફતમાં આવતા હવા નીકળી ગઈ, હાથ જોડી પોલીસ સામે કરગર્યા માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ

Related posts

Cricket / All India 33 Advocate Asso playing at Hyderabad. Gujarat High Court achieves grand victory over Karnataka High Court in tournament, second consecutive victory of Gujarat High Court

Phone: 9998685264.

અધિક માસ અને શ્રાવણને લઈને દશામાંની સ્થાપના ક્યારે કરવી તેને લઈને ભક્તોમાં ઉત્પન્ન થઈ અસમંજસ! સાચો ઉપાય બતાવી રહ્યા છે જ્યોતિષ આચાર્ય પાર્થ ભટ્ટ

Phone: 9998685264.

વડોદરા /ઉતરાયણના તહેવાર નિમિતે દારૂ પ્યાસી લોકો માટે મોજ કરાવવા રાજસ્થાનથી મંગાવેલો 44 લાખનો દારૂ અને કન્ટેનર પકડાયું, બાતમીના આધારે હરણી પોલીસે દરોડો પાડ્યો

Phone: 9998685264.

Leave a Comment