Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બાયડ / બુટલેગર બન્યો બેફામ, પોલીસને ભરણ આપું છું પોલીસ મારું કઈ તોડી ના શકે, છુટ્ટો પથ્થર મારી પાડોસીનું માથું ફોડી નાખ્યું

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 316

ફરિયાદી

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અરવલ્લી જિલ્લાના બાયડમાં થોડા દિવસ અગાઉ લીંબ ગામમાં રહેતા વિક્રમભાઈ દેવીપૂજક નામના વ્યક્તિએ વરસાદી પાણી ઘરમાં પ્રસરી જવાની બીકે પોતાના ઘરની આગળ એક નાની પાળી બનાવી હતી. જેથી તેમની સામે રહેતા એક માથાભારે બુટલેગર ધર્મેન્દ્રસિંહ પરમારે રસ્તા વચ્ચે કેમ પાળી બનાવી છે તેમ કહી વિક્રમભાઈ  દેવીપૂજક સાથે માથાકૂટ કરી જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી. અને ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને નિર્દોષ અને સામાન્ય જીવન જીવતા ગરીબ વ્યક્તિ વિક્રમભાઈ દેવીપૂજકના માથામાં છૂટો પથ્થર મારી તેમનું માથું ફોડી નાખ્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં વિક્રમભાઈને હોસ્પિટલ લઈ જવાયા હતા. સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવતા વિક્રમભાઈને માથામાં ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી.

    ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર લીંબ ગામમાં પોલીસની રહેમ નજર હેઠળ ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. તેમ છતાં સ્થાનિક પોલીસ આવા બુટલેગરો વિરૃદ્ધ કોઈપણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરતી નજરે પડતી નથી. સ્થાનિક સૂત્રોની વાત કરીએ તો એમનું કહેવું છે કે, આંબલીયા પોલીસ સ્થાનિક બુટલેગરો સાથે સાંઠગાંઠ કરી લાખો રૂપિયાનો હપ્તો ઉઘરાવી રહ્યા છે. તેથી કરીને અહીંયા બુટલેગરો કોઈપણ રોકટોક કે કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો ચલાવી રહ્યા છે. એટલુંજ નહી પરંતુ સ્થાનિક રહીશો સાથે અમાનવીય વર્તન કરતા પણ ખચખચાતા નથી.

સમગ્ર બનાવની લેખા જોખા…

*લીંબમાં દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરો બેફામ

*ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે કર્યો જીવલેણ હુમલો

*જાહેરમાં વેચાતો દારૂ છતાં હપ્તાખોર પોલીસના આંખ આડા કાન

   સમગ્ર રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ સરહદી અરવલ્લી જિલ્લામાં અનેક તાલુકાઓ સહિત શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી હોવાની અને બુટલેગરો દ્વારા દેશી દારૂ બનાવી તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

બાયડ તાલુકાના આંબલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડાઓમાં પણ દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ લીંબમાં પોલીસની રહેમ નજર હેઠળ અડ્ડાઓ ચલાવતા બુટલેગરો બેફામ બન્યા છે. ફરિયાદ કરવા જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે . દારૂ પીને બદમાશો આવતી જતી મહિલાઓ દીકરીઓની છેડતી કરતા હોવાના બનાવ પણ સામે આવ્યા હતા. જેમની રજુઆત અને ફરીયાદ સ્થાનિક પોલીસમાં કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.જો કે પોલીસ કાર્યવાહીને બદલે હપ્તા લેતી હોવાનું ગામના આધારભુત સૂત્રો જણાવી રહ્યા છે.
થોડાક દિવસ પહેલા લીંબ ગામના એક નામચીન બૂટલેગરે ગામના એક ગરીબ પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં હત્યાના ઇરાદે જાનથી મારી નાખવાની ધમકી આપી માથુ ફોડી દીધું હતું. ગામ રહેતા વિક્રમ દેવીપૂજકે જણાવ્યા મુજબ તેઓ બુટલેગરોનો વિરોધ કરતા હતા. જેની આદાવત રાખી દેશી દારૂનો અડ્ડો ચલાવતા માથાભારે બુટલેગર ધર્મેન્દ્રસિંહ પરમારે અદાવત રાખી પાણીની પાળી તોડી બબાલ કરી હતી. જેમાં ધર્મેન્દ્રસિંહ પરમારે જાતિ વિરુદ્ધ અશબ્દો કહી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો.અને ધમકી આપી હતી કે, તારા જેવા કેટલાય મારી વિરૃદ્ધ પોલીસમાં ફરીયાદ કરવા જાય છે. પણ તમે કે પોલીસ મારું વાળ પણ વાંકો નહી કરી શકો. કારણ કે, પોલીસને હું દારૂ વેચવા માટે ભરણ આપું છું.તો બીજીતરફ પોલીસે આ મામલે સામાન્ય કલમો ઉમેરી આરોપીને તાત્કાલિક બીજે દિવસે ખાલી દેખાવ પૂરતી અટકાયત કરી છોડી મુક્યો હતો. ફરિયાદીનું કહેવું છે કે બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જ્યારે પોલીસ હપ્તા લેતી હોવાથી કોઇ જ કાર્યવાહી કરતી નથી. આ મામલે જ્યારે મીડિયા આંબલીયા પોલીસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સાથે સાથે વાત કરી તો ઉડાઉ જવાબ આપી અનજાન બની ગયા હતા. જાણે કઈ ખબર ના હોય તેવો ભાવ રજુ કરી ફોન કાપી દીધો હતો. ખુલ્લેઆમ ગામમાં દારૂ વેચાય છે તેવું કહેતા પણ ઇન્ચાર્જ અધિકારીએ કોઈ દલીલ સાંભળી ન હતી.ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી કરી બુટલેગરોની શાન ઠેકાણે લાવી દારૂના અડ્ડાઓ બંધ થાય તેવું સ્થાનિક રહીશો ઈચ્છી રહ્યા છે.

રસ્તે આવતી જતી મહિલાઓની બુટલેગરો કરે છે છેડતી
લીંબ ગામમાં દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે, રસ્તે આવતી જતી મહિલાઓની છેડતી કરે છે. જ્યારે અડ્ડાઓ બંધ કરવાનું કહેવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે.

કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારણે જિલ્લા વડાની છબી ખરડાઇ રહી છે.

સરહદી અરવલ્લી જિલ્લામાં દારૂનું વેચાણ ફૂલેફાલ્યુ છે. કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારણે જિલ્લા વડાની છબી ખરડાઇ રહી છે.કેટલાક મહિના પહેલા અરવલ્લી LCB ના દારૂકાંડ મામલે મોટો ઘટસ્ફોટ થયો હતો. આ દારૂકાંડ મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ મામલે કાર્યવાહી કરી તમામ ભ્રષ્ટ અધિકારીઓ સસ્પેન્ડ કરી દીધા હતા.હવે જોવાનું રહ્યું કે અરવલ્લીના લીંબ ગામમાં બુટલેગરોના ત્રાસથી પરેશાન જનતાને ક્યારે ન્યાય મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બાયડ / બુટલેગર બન્યો બેફામ, પોલીસને ભરણ આપું છું પોલીસ મારું કઈ તોડી ના શકે, છુટ્ટો પથ્થર મારી પાડોસીનું માથું ફોડી નાખ્યું

Related posts

યુવકને પોતાની ભૂલ પડી ભારે! મુંબઈમાં પ્લેટફોર્મ પર હાથ ધોતી વખતે ટ્રેન સાથે અથડાતાં યુવકનું મોત, જુઓ હચમચાવી દેનારો Video

Phone: 9998685264.

કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ડખા, ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા ભારે વિરોધ! ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવી નેમ પ્લેટ પર કાળી સ્યાહી લગાડાઈ, જાહેર કરાયેલ ઉમેદવારોથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પ્રદર્શન

Phone: 9998685264.

અમદાવાદ શહેરના 10 PI અને 17 PSI ની બદલી! કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા લેવાયો નિર્ણય, વધુ પોલીસ અધિકારીઓની બદલીઓના એંધાણ

Phone: 9998685264.

Leave a Comment