Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર હુમલો કરનારા બે ઈસમો ની ધરપકડ કરતી એલિસબ્રિજ પોલીસ! કોણ છે આ હુમલાખોર તત્વો, કોણે અદાવત રાખી કરાવ્યો હુમલો! પોલીસે તપાસ હાથ ધરી, જુઓ સીસીટીવી

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 4250

આજકાલ બુટલેગરો અને જુગાર સંચાલકો અથવા તો કોઈપણ બે નંબરી ધંધા ચલાવતા અસામાજિક તત્વો સામે કોઈ ન્યૂઝ ચેનલ કે પેપર સમાચાર ચલાવે ત્યારે તેની અદાવત રાખી પત્રકારો અને કેમેરામેન ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. મીડિયા એ દેશની ચોથી જાગીર છે, મીડિયા એ સમાજનો અરીસો છે. મીડિયાનું કામ જ સમાજમાં ચાલતી બદીઓ અને અસામાજિક પ્રવૃતિઓને ડામવા સમાચાર પ્રકાશિત કરવાનું હોય છે. પરંતુ આજના સમયમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી કથળાઈ ગઈ છે કે ગુનેગારો પત્રકારો ઉપર હુમલા કરતા ખચખચાતા નથી. જેમાં ક્યાંકને ક્યાંક પોલીસ પણ જવાબદાર છે. કારણકે અમુક ભ્રષ્ટ પોલીસકર્મી અને અધિકારીઓની ઢીલી નીતિ અને ગુનેગારોને છાવરવાનાં ખોટા નિર્ણયો ના લીધે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. તેમજ કાયદો કે પોલીસનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ પત્રકારો ઉપર જીવલેણ હુમલાઓ અને ખોટી ફરિયાદો કરી રહ્યા છે. માત્ર પત્રકારો જ અસામાજિક અને ગુંડા તત્વો કે ગુનેગારોના નિશાને નથી. પરંતુ હવે તો છેલ્લા ઘણા સમય થી ઠેર ઠેર ઘટનાઓમાં બુટલેગરો અને માથાભારે તત્વો દ્વારા પોલીસ ઉપર પણ હુમલાઓ કર્યાની ઘટનાઓ છાસવારે બનતી જોવા મળી રહી છે. જેથી કહી શકાય કે પાળેલા સાપ હવે માલિક ને દંશ મારી રહ્યા હોય એવો ઘાટ ઘડાયો છે.

જો વાત કરીયે આ ઘટના વિશે તો અમદાવાદમાં ચાલતા સ્ટાર ન્યૂઝ ગુજરાતી ચેનલના કેમેરામેન પ્રતીકભાઈ દોષી એ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા હુમલાખોરો કે જેમણે કેમેરામેન પ્રતીક દોષીને અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે દિન દહાડે ગડદાપાટુનો માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જયારે ફરિયાદી કેમેરામેન થી સમગ્ર ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાની સાથે વીતેલી આપવીતી પોલીસ સમક્ષ કહી બતાવી હતી.

જુઓ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ

ગત 25 સપ્ટેમ્બરના રોજ સાંજના 5 વાગ્યાના સુમારે કેમેરામેન પ્રતીક દોષી ઉપર ચેનલના હેડ આગમ શાહનો ફોન આવ્યો હતો. ત્યારે પ્રતીકને તાત્કાલિક ઓફિસ આવવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રતીક સીજી રોડ ખાતે આવેલી રેમન્ડ બિલ્ડીંગમાં ઓફિસ જવા નીકળ્યો હતો, જ્યાં વચ્ચે પરિમલ ચાર રસ્તા પહોંચતા રેડ સિગ્નલ હતો. જેથી પ્રતીક ત્યાં ઉભો હતો તે દરમ્યાન પાછળથી બે ઈસમો એકટીવા ઉપર આવી કેમેરામેન પ્રતીક દોષી થી પૂછ્યું હતું કે તારો માલિક આગમ ક્યાં છે, અને ત્યારબાદ બંને ઈસમોએ પ્રતીક દોષીને મારવાનું ચાલ્યું કર્યુ હતું. જેની ફરીયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જે સંદર્ભમાં આજરોજ એલિસબ્રિજ પોલીસે એકટીવા નંબર અને સિસિટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી બંને અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. હવે સવાલ એ થાય છે કે, આખરે આ હુમલાખોર શખ્સો કોણ હતા? કેમેરામેન પ્રતીક દોષી સાથે શુ હતી દુશમની? આખરે હુમલાખોરો આગમ શાહને શા માટે પૂછતાં હતા? કઈ વાતની હતી અદાવત? આ સમગ્ર બાબતનો પર્દાફાશ તો પોલીસની તપાસ બાદ જ થઈ શકશે . પરંતુ હાલ એલિસબ્રિજ પોલીસે કેમેરામેન ઉપર હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડી પ્રસંશનીય કાર્યવાહી કરી છે. તેમજ ઝાડપાયેલા આરોપીઓ સામે કલમ 323, 151,114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર હુમલો કરનારા બે ઈસમો ની ધરપકડ કરતી એલિસબ્રિજ પોલીસ! કોણ છે આ હુમલાખોર તત્વો, કોણે અદાવત રાખી કરાવ્યો હુમલો! પોલીસે તપાસ હાથ ધરી, જુઓ સીસીટીવી

Related posts

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Phone: 9998685264.

સુરત પોલીસઃ સુરત પોલીસનો મહત્વનો નિર્ણય, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ

Phone: 9998685264.

મોરબી /માણસાઈ હજી મરી નથી,એક મહિલા કેશ કાઉન્ટર ઉપર પર્સ ભૂલી ગઈ તો પ્રામાણિક કર્મચારીએ તેમને પરત કર્યુ,

Phone: 9998685264.

Leave a Comment