Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદમાં જાતરની વિધીમાં બકરાનું મટન ખાધા બાદ 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયાની આશંકા,4 લોકોના મોત, સાચું કારણ વીસેરાના પરીક્ષણ બાદ સામે આવશે

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 269

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત(Gujarat): દાહોદ(Dahod)ના દેવગઢ બારિયા(Devgarh Baria) તાલુકાના ભુલવણમાં સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને તેની સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ અચાનક જ તેમની તબિયત લથડતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના દરમિયાન 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

12 લોકોને દેવગઢ બારિયાના સરકારી હોસ્પીટલમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરવામાં આવ્યા છે. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રથમ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરવામાં આવતી જાતરની વિધિ ગત રવીવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાને કારણે તેની પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.

ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય તંત્ર ભુલવણ પહોંચ્યું:
સમગ્ર ઘટનાને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ દોડી આવી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ધારાસભ્ય બચુભાઇ ખાબડ, એસપી, તેમજ જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતાં. આ ઘટના અંગે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી તપાસમાં જોડાયેલી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદમાં જાતરની વિધીમાં બકરાનું મટન ખાધા બાદ 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયાની આશંકા,4 લોકોના મોત, સાચું કારણ વીસેરાના પરીક્ષણ બાદ સામે આવશે

Related posts

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા,જુઓ મહાત્મા ગાંધીના જીવન ચરિત્રની લેખા જોખા

Phone: 9998685264.

હવસખોર કાકાની પાખંડી હરકત, સગી ભત્રીજીને અસ્લિલ વિડીયો બતાવી કરતો હતો અડપલા, પ્રતિકાર કરે તો આપતો વિજકરંટ અને લાકડીથી ફટકારતો, ગુનો નોંધાયો

Phone: 9998685264.

નિવેદન/ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું, કોરોનાથી બચવું હોય તો કાર્નિવલ અને મોટા મેળાવડાનું આયોજન ટાળો

Phone: 9998685264.

Leave a Comment