Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી
સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 911

અમદાવાદ.

છારાનગર પોલીસ દમન કેસમાં કુંભકર્ણ ની જેમ ઊંઘી રહેલી પોલીસ સફાળે જાગી છે.પોલીસ કમિશનરે અચાનક જ નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડી કે મોરીની બદલી કરતા છારાનગર પોલીસ દમન કેસના પીડિતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ આ કેસમાં વિવાદિત પીએસઆઈ ડી. કે. મોરીની બદલી કરી આનંદનગર પોલીસ મથકમાં મુકાયા છે.પરંતુ સ્થાનિક લોકો તેમને ડિસમિસની માંગણી કરી રહ્યા છે.


તાજેતરમાં છારાનગર પોલીસ દમન કેસમાં મેટ્રો કોર્ટે ડી કે મોરી સહિત ચારની વિરુદ્ધ વોરંટ જારી કર્યાના ગણતરીના જ કલાકોમાં પોલીસ કમિશનરે મોરીની બદલી કરવાની ફરજ પડી છે. વર્ષ 2018માં છારાનગરમાં દારૂની રેડ કરવા જતાં મોરી ઉપર લોકોએ હુમલો કર્યો હોવાનું કંટ્રોલ મેસેજ કરી પોલીસને ગુમરાહ કરી હતી.આ મામલે પોલીસે સયુંકત ઓપરેશન કરી લોકોને ઘરમાંથી બહાર કાઢી વાહનોની તોડ ફોડ કરી હતી.27 લોકોની ધરપકડ કરી હતી.તેમાં કેટલાક લોકોએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી.જેમાં કોર્ટે સેકટર 2 અશોક યાદવ,ઝોન 4 સ્વેતા શ્રીમાળી ,પી.આઈ. વિરાણી,પી.એસ. આઈ. ડી.કે.મોરી,જે.જી.ધીલ્લોન સામે ફરિયાદ કરી હતી.તેમ છતાં મોરીની પોલીસે સરદારનગર પોલીસ મથક માંથી નરોડા પોલીસ મથકમાં બદલી કરી હતી.જેના લીધે ભોગ બનનાર પ્રજામા રોષની લાગણી ફેલાઈ હતી.

આ મામલે ફરિયાદી આતિષ ઇન્દ્રેકર અને એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર સાથે વાત કરતા જણાયું હતું કે,અમારી માંગણી મોરીને ડિસમિસ કરવાની અને 27 લોકોની વિરુદ્ધ કરેલા કેસો પાછા ખેંચવાની રજુઆત કરી છે.જ્યાં સુધી કસૂરવાર અધિકારીને ડિસમિસ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.

Happy
Happy
33 %
Sad
Sad
0 %
Excited
Excited
67 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી<br>સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Related posts

સુરત જિલ્લામાં બે હજારથી વધુ દારૂના અડ્ડાઓ! માદક પદાર્થોનું ખુલ્લેઆમ સેવન અને વેચાણ, હત્યાં, દુષ્કર્મ, લૂંટફાટ થી જનતા પરેશાન, સારા પોલીસ અધિકારીઓની સુરત જિલ્લાને જરૂર, હર્ષ સંઘવી સાહેબ કસૂરવારો સામે કાયદાકીય પગલા ભરો : દર્શન નાયક નેતા કોંગ્રેસ

Phone: 9998685264.

બોટાદ લઠ્ઠાકાંડ મામલો / નાવડા ગ્રામ પંચાયતની દારૂ બંધી માટે અનોખી પહેલ! ઢોલ દ્વારા ઢંઢેરો પીટી ગ્રામજનોને ચેતવણી આપી, ગામમાં કોઈ દારૂ પિતા કે વેચતા પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ કરાશે, જુઓ વિડીયો

Phone: 9998685264.

રાજકોટ /જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલ દેશી દારૂની રેડના મામલે સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારી સસ્પેન્ડ

Phone: 9998685264.

Leave a Comment