
Gujarat IPS Transfer: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે સમયે જાહેર થઇ શકે છે. તેવામાં રાજ્યમાં 22 આઇપીએસ કક્ષાના અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઇ છે. ત્યાં જ એવી માહિતી પણ સામે આવી રહી છે કે, આગામી સોમવાર સુધીમાં હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે.
રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે.
રાજ્યના 22 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ યાદીમાં આઇપીએસ ઓફિસર ઉષા રાડાનો પણ સમાવેશ થાય છે જેઓને સુરત શહેરના ઝોન-3ના પોલીસ કમિશનર તરેકે મૂકાયા છે.
આ સાથે જ રાજ્યમાં 82 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આમ રાજ્યમાં વિધાનસભાની ચૂંઠણી પહેલા જ રાજ્યના આઇપીએસથી લઇ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની ધડાધડ બદલીના આદેશો થઇ રહ્યા છે.








Total Users : 113
Total views : 215
Who's Online : 0