Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસને શર્મશાર કરતી ઘટના, રાજકોટ ગ્રામ્ય પોલીસકર્મી યુવતી સાથે કંઢગી હાલતમાં ઝડપાયો, પોલીસકર્મી સસ્પેન્ડ!

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 280

શરમજનક ઘટના

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

*હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો : બલરામ મીણા – એસપી રાજકોટ

*ઢોલરા ગામે બનેલ ઘટના સંદર્ભે એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પર ગુન્હો દાખલ કરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

*ડિપાર્ટમેન્ટમાં અશિસ્ત ચલાવીજ નહીં લેવાય.શાપર પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ સાથે પકડાયેલ યુવતીની પૂછપરછ શરૂ છે.

ટાઈમ્સ ઓફ અમદાવાદ એક્સક્લુઝીવ – રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. લોકોની રક્ષક ગણાતી પોલીસ ખુદ નિયમોના લીરેલીરા ઉડાડતી નજરે ચડે તો કાયદો-વ્યવસ્થાનું શું..? રાજ્યમાં દારૂબંધી છે તેમછતાં દારૂની રેમછેલમ થઈ રહી છે એમાં પણ પોલીસ હેડ કોન્સ્ટેબલ જ ટલી થઈ નજરે ચડે તો..? આવી જ એક ઘટના રાજકોટ ગ્રામ્યમાં બની છે.
શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પીધેલી હાલતમાં યુવતી સાથેકઢંગી હાલતમાં જોવા મળતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગત અનુસાર રાજકોટના ઢોલરા ગામે એક કાર પર ગ્રામજનોની નજર પડતા શંકાસ્પદ ગતિવિધિ જણાઈ હતી.જે દરમિયાન ગ્રામજનોએ કારમાંથી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણાને પીધેલી હાલતમાં યુવતી સાથે ઝડપી પાડ્યો હતો. અને રંગરેલીયા મનાવે તે પહેલાં જ કારમાંથી બહાર કાઢી પોલીસને હવાલે કર્યો હતો.

સમગ્ર કાંડ બહાર આવતા લાજવાની બદલે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા ગાજ્યો હતો. હું પોલીસ ખાતામાં છું તેમ કહી ખાખીનો ડર બતાવી પોતાની કરતૂતોને ઢાંકવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામજનો સાથે હાથાપાઈ પર ઉતરી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી.

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કુલદીપ સિંહ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોતાનાજ પોલીસ સ્ટાફ સાથે પણ બળજબરી કરતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલે હેડ કોન્સ્ટેબલને પોલીસની ભાષા પરખાવી હતી.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પર ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ એસપી બલરામ મીણાએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કર્યો છે.

હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો : બલરામ મીણા – એસપી રાજકોટ

ઢોલરા ગામે બનેલ ઘટના સંદર્ભે એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પર ગુન્હો દાખલ કરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ડિપાર્ટમેન્ટમાં અશિસ્ત ચલાવીજ નહીં લેવાય.શાપર પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ સાથે પકડાયેલ યુવતીની પૂછપરછ શરૂ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત પોલીસને શર્મશાર કરતી ઘટના, રાજકોટ ગ્રામ્ય પોલીસકર્મી યુવતી સાથે કંઢગી હાલતમાં ઝડપાયો, પોલીસકર્મી સસ્પેન્ડ!

Related posts

અમદાવાદ / નરોડા પોલીસની હદમાં ચાલતા જુગારધામ પર ડીજી વિજિલન્સની ટીમ ત્રાટકી, લાખોના મુદ્દામાલ સહીત 12 થી વધુ જુગારીઓ ઝડપાયા

Phone: 9998685264.

નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ

Phone: 9998685264.

પાટણ/ 45 વર્ષના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, શરીરના બે ટુકડા થયા હોવા છતાં પુત્રનું હૈયાફાટ રુદન જોઈ પિતા કપાયેલા શરીરે પણ રડ્યા! આખરે પ્રાણ છૂટ્યા

Phone: 9998685264.

Leave a Comment