Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 1964

ગુજરાતની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લી ૨ ટર્મથી કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. ૨૦૧૨માં તેઓ એનસીપીમાં જોડાયા હતા. પરંતુ એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ એનસીપીથી નારાજ હતા.

સુત્રો અનુસાર, કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને બીટીપી મેન્ડેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ એનસીપીમાંથી ઉમેદવારી પત્ર ભયુ હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે.

મહત્વનું છે કે, કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વજમાવ્યું છે. ગત ચૂંટણીમાં એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે એનસીપીએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી પ્રા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.

રાણાવાવ–કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ–કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુકયા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત ૨૦૧૨માં એનસીપી માંથી રાણાવાવ–કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને ૧૮ હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

Related posts

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Phone: 9998685264.

પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલાજ ખેડૂત આગેવાનનો સળગતો સવાલ! દક્ષિણ ગુજરાત ના સહકારી ક્ષેત્ર અને સુગર મિલો પર લગાવેલ ઇન્કમટેક્ષ અને શેરડી પકવતા ખેડૂતોના પડતર પ્રશ્નો નું નિરાકરણ ક્યારે???:દર્શન નાયક: સહકારી અને ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા

Phone: 9998685264.

તહેવાર ટાણે ભરૂચ પોલીસની સતર્કતા , પ્રસંશનીય કામગીરી કરતા કોમ્બિગમાં સંખ્યાબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

Phone: 9998685264.

Leave a Comment