Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આમ આદમી પાર્ટી – ગુજરાતની ધરતીપુત્ર સન્માન યાત્રા શરુ કરશે,10 સપ્ટેમ્બરે નડેશ્વરી માતાના મંદિર સુઈગામ બનાસકાંઠાથી શરૂઆત,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 287

10 સપ્ટેમ્બર થી ધરતીપુત્ર સન્માન યાત્રા

રીતેશ પરમાર

આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતનાં ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. વરસાદ થોડા ઘણો વરસીને હાથતાળી આપી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની જડ થઇ ગયેલી સંવેદનાને જગાડવા માટે, ખેડૂતોને કાયદેસર સરકારની જાહેરાત અનુસાર મળવી જોઈતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એસ.ડી.આર.એફ.ની યોજનાઓના અમલ વિષે ગુજરાત સરકાર મૌન છે. દુષ્કાળ મે,ન્યુયલ ભૂલાયું છે. પાછલાં વર્ષોમાં થયેલી ખેતી અને ખેડૂતોની દુર્દશા વિષે ખેડૂતોને જાગૃત કરવા અને સરકારની સંવેદનાને ઢંઢોળવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી અને પ્રદેશ નેતા શ્રી સાગરભાઈ રબારી ખેડૂતો આ યાત્રાના માધ્યમથી જશે.

આમ આદમી પાર્ટી દ્વારા, ખેડૂતોની માગણીઓ અને સરકારની યોજનાઓના અમલ માટે આખા રાજયના તમામ જિલ્લાઓમાં ક્લેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્રો આપવામાં આવ્યા અને રાજયના રાજયપાલશ્રીને મળીને રજૂઆત કરવામાં આવી. છતાં ધરતીપુત્ર વિરોધી, અહંકારી સરકાર દ્વારા હજી સુધી કોઈ ઠોસ નિર્ણય ના આવતા આમ આદમી પાર્ટી દ્વારા ધરતીપુત્ર સન્માન યાત્રા ની શરૂઆત પ્રથમ ચરણમા નડેશ્વરી માતાના મંદિરેથી આગામી તા. 10-9-21, ગણેશ ચતુર્થીના દિવસે ખેડૂતો ને સન્માન મળે, તેમના હક-અધિકાર મળે, હાલની રાજકીય પરિસ્થિતિ, ખેતીમાં થયેલા કાયદાકીય ફેરફારોમાં ખેડૂતોને થયેલો અન્યાય, દુનિયાના બદલાતા બજારો અને ખેતી-ખેડૂત-પશુપાલક, ગામડામાં જાગૃતી ઉભી કરવાનો આ બાઇક યાત્રાનો હેતુ છે.

આખી યાત્રા બે ચરણમાં પૂરી થશે
પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવાશે અને બીજા ચરણમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓને આવરી લેવાશે.

યાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે.

તારીખ 10.9.2021 બનાસકાંઠા, નડાબેટ-9 વાગે દર્શન અને શરૂઆત, સુઇગામ 9.30 વાગે સ્વાગત, વાવ-10.30 વાગે સભા, થરાદ 1 વાગે કાર્યાલય ઓપનિંગ સભા, 2.00 પ્રેસ કોનફરન્સ

લાખણી 4 વાગે જસરા સભા, ડીસા 7 વાગે દામા સભા, ડીસા રાત્રી રોકાણ.

તારીખ.11.9.2021 સાબરકાંઠા, અરવલ્લી:
ડીસા સવારે 9 વાગે શરૂઆત, પાલનપુર 9.30 સ્વાગત, વડગામ 10 વાગે સ્વાગત, ખેરાલુ .10.30 વાગે સ્વાગત , ઇડર. 11.30 વાગે સભા, ભિલોડા 2 વાગે પ્રેસ કોનફરન્સ, 3 વાગે સભા
મોડાસા 5 વાગે સભા અને રાત્રી રોકાણ.

તારીખ 12.9.2021
9.00વાગે પ્રસ્થાન, 10.00 વાગે પ્રાતિજ સભા, 12 .હિંમતનગર પ્રેસ કોન્ફ્રન્સ,
2 વાગે સભા. વિજાપુર 6 વાગે. રાત્રી રોકાણ..

તારીખ 13.9.2021: વિજાપુર 10વાગે સભા, મહેસાણા 12 વાગે ભોજન મહેસાણા 1 વાગે પ્રેસઃકોન્ફ્રન્સ, ઊંઝા. 5 વાગે સભા.. સિદ્ધપુર રાત્રી રોકાણ ..

તારીખ 14.9.2021
સિદ્ધપુર સવારે 9 વાગે, પાટણ 11 વાગે પ્રેસ કોંફ્રન્સ,ચાણસ્મા 12.00 સ્વાગત
હારીજ 1 વાગે સ્વાગત, સમી. 3 વાગે સભા, શંખેશ્વર 5 વાગે, સ્વાગત, દર્શન અને પ્રથમ ચરણનું સમાપન થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આમ આદમી પાર્ટી – ગુજરાતની ધરતીપુત્ર સન્માન યાત્રા શરુ કરશે,10 સપ્ટેમ્બરે નડેશ્વરી માતાના મંદિર સુઈગામ બનાસકાંઠાથી શરૂઆત,

Related posts

ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો, સીએનજી રિક્ષામાં લઈ જવાતા 600 કિલો ઘઉંના જથ્થા સહીત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Phone: 9998685264.

અમદાવાદ ના નાગરિકો ને ઇઝ ઓફ લિવિંગ સર્વેમાં ભાગ લેવા મનપાની અપીલ

Phone: 9998685264.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક આકરા પાણીએ! પ્રોહીબીશનના ગુનાના ત્રણ આરોપીઓને પાસા કરી ભુજ જેલમાં ધકેલ્યા

Phone: 9998685264.

Leave a Comment