Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 5431

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે ડિટેઇન કરેલા વાહનો બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી. તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. તે સંદર્ભમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબના હુકમથી અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વાહનો કે જે ઘણા સમય થી પોલીસ કસ્ટડીમાં હતા. આવા વાહનોને ઘણો સમય વીતી જવા છતાં તેમના માલિક દ્વારા વાહનો છોડાવવામાં ના આવતા આખરે આવા જુના વાહનોની પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરી તેનો નિકાલ કરી દેવાનો હુકમ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જે તે લગતા ઝોન અધિકારીઓને કરવામાં આવતા જુના વાહનોની હરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા અમદાવાદ શહેર સયુંકત પોલીસ કમિશ્નર, સેકટર 02, શ્રી બ્રજેશ ઝા દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેર ના ડીસીપી ઝોન 06 શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ .પી.ગઢવી તથા સ્ટાફ દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બિનવારસી કબજે કરવામાં આવેલ તેમજ ડીટેઈન કરવામાં આવેલ અને ઘણા સમયથી પડેલ જૂના વાહનો કુલ 104 વાહનો જેમાં મોટર સાયકલ, એક્ટિવા સહિતના વાહનોની હરરાજી કરી, કુલ રૂ. 6,14,000/- જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવેલ છે. આમ, અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનોના જાહેર હરરાજી કરી, વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી .

અમદાવાદ શહેરના ઝોન 06 ના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી તમામ કાર્યવાહી પૂર્ણ કરી, યોજવામાં આવશે, તેવું અમદાવાદ શહેર ઝોન 06 પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

Related posts

અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

Phone: 9998685264.

વલસાડ જિલ્લામાં મેઘરાજાનો કહેર વરસ્યો! ચારેકોર જળ બંબાકાર, ધરમપુર કોતરમાં કાર તણાઈ! કારમાં સવાર 4 લોકો પાણીમાં તણાયા, એકનો બચાવ 3 લાપતા

Phone: 9998685264.

સુરતમાં ઉપરા છાપરી ચાર હત્યાઓ, કાયદો અને વ્યવ્યસ્થાની સ્થિતિ કથળાઈ, ગૃહમંત્રીના શહેરમાં હત્યાઓના બનતા બનાવો પોલીસ માટે ચેલેન્જ, લોકોમાં ફફડાટ ફેલાયો

Phone: 9998685264.

Leave a Comment