Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં AC બંધ થઈ જતા મુસાફરોએ હોબાળો મચાવ્યો! અંકલેશ્વર થી સુરત સુધી AC ચાલુ ના થતાં યાત્રીઓ વિફર્યા, ટ્રેન એક કલાક મોડી પડી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2429

20 મિનિટ સુધી ટ્રેન અટકાવ્યા બાદ સુરત સ્ટેશન આવવા છતાં ચાલુ નહિ થતા ફરી કોચના યાત્રી વિફર્યા
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન અટકવતા એક કલાક સુધી મોડી પડી

અમદાવાદથી મુંબઈ જઇ રહેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના સી-1 નંબરના કોચમાં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.જેના પગલે ટ્રેન 1 કલાક જેટલી મોડી પડી હતી. ભારે સમજાવટ અને કોચનું એસી શરૂ કરવાની ખાતરી આપ્યા બાદ ટ્રેન સુરત તરફ રવાના કરાવામાં આવી હતી. જોકે સુરત સુધી એસી ચાલુ નહિ થતા ફરી ટ્રેન અટકાવતા તાત્કાલિક સમારકામ કરી કોચનું એસી ચાલુ કરી ટ્રેનને આગળ રવાના કરાઈ હતી.

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું એક એસી ખોટકાતા વિફરેલા મુસાફરોએ અંકલેશ્વર રેલવે સ્ટેશને ટ્રેન અટકાવી દઈ હોબાળો મચાવતા તંત્ર, જીઆરપી અને આરપીએફ દોડતું થઈ ગયું હતું. મુસાફરોએ આટલું ભાડું એસી કોચનું ચૂકવતા હોય અને એરકન્ડીશન જ ના ચાલે તે કેવી રીતે ચલાવી લેવાય કહી આખા સ્ટેશન અને ટ્રેનમાં અન્ય સવાર તમામ મુસાફરોને પણ આ મુદ્દે ટ્રેન રોકી બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો હતો

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક તાજેતરમાં જ ઓવર હેડ કેબલ તૂટી પડતાં અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર 3 કલાક સુધી ખોરવાયો હતો ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી હતી. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન નંબર 22954 ના કોચ નંબર સી-1 માં એસી બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ટ્રેન થંભાવી દિધી હતી અને લગભગ 20 મિનિટ સુધી વિરોધ વ્યક્ત કર્યો હતો.

જેના પગલે રેલ્વે પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓએ મુસાફરોને સમજાવી ટ્રેન આગળ રવાના કરી હતી જો કે સુરત રેલ્વે સ્ટેશન સુધી એસી ન ચાલુ થતાં ફરી ટ્રેન થોભાવી દેવામાં આવી હતી. જ્યાં રેલવેના અધિકારીઓએ તાત્કાલિક સમારકામ કર્યું હતું. એસી બંધ થવાના કારણે થયેલ વિવાદના પગલે ટ્રેન એક કલાક જેટલી મોડી પડી હતી અને અનેક મુસાફરોએ હેરાન થવાનો વારો આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં AC બંધ થઈ જતા મુસાફરોએ હોબાળો મચાવ્યો! અંકલેશ્વર થી સુરત સુધી AC ચાલુ ના થતાં યાત્રીઓ વિફર્યા, ટ્રેન એક કલાક મોડી પડી

Related posts

બુટલેગરોના વટ તો જુઓ,દારૂની હેરાફેરી માટે પોલીસનો ઉપયોગ, માલ આપનાર પણ પોલીસકર્મી અને ખરીદનાર પણ પોલીસકર્મી, સાબરકાંઠા LCB એ ઝડપી પાડ્યા

Phone: 9998685264.

38 જેટલાં ગંભીર ગુનાનો આરોપી લીકર કિંગ વિજુ સિંધી દુબઈ શા માટે ભાગ્યો? ભૂતકાળના લીકર કિંગ મુકેશ હરજાણીની હત્યામાં પણ વિજુ સિંધીનું નામ ખુલ્યું હતું! કંપનીનું નામ જય અંબે, કોણ કોણ છે ભાગીદાર જાણો

Phone: 9998685264.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Phone: 9998685264.

Leave a Comment