Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત સીટી થઈ માથાભારે તત્વોના હાથની કઠપૂતળી, હુમલાખોર બેફામ બન્યા, મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર કર્યો ઘાતકી હુમલો

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 286

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ડાયમંડ સિટી ગણાતું સુરત શહેર જાણે ક્રાઈમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસને દિવસે કથળતી જોવા મળી રહી છે.

જાહેરમાં હુમલો કરવાના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોલીસ પ્રશાસન પર અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. તેવામાં સુરતના સિંગણપોર વિસ્તારમાં યુવક પર ઘાતકી હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ સમગ્ર ઘટના અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શહેરના સિંગણપોર વિસ્તારની પંચવટી સોસાયટી બહાર એક યુવક પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બાળક સાથે મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર ચપ્પુ વડે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં હતો. આ મામલે યુવકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.

યુવકના કહ્યા અનુસાર, મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ કહ્યું કે, તે મારી સાથે ગાડી ઠોકી છે એમ કહીને ચપ્પુના ઘા ઝીક્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. યુવકે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા સિંગણપોર પોલીસએ સીસીટીવીના આધારે હુમલાવરોની શોધખોળ શરુ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત સીટી થઈ માથાભારે તત્વોના હાથની કઠપૂતળી, હુમલાખોર બેફામ બન્યા, મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર કર્યો ઘાતકી હુમલો

Related posts

કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ડખા, ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા ભારે વિરોધ! ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવી નેમ પ્લેટ પર કાળી સ્યાહી લગાડાઈ, જાહેર કરાયેલ ઉમેદવારોથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પ્રદર્શન

Phone: 9998685264.

કોણ છે આ વહીવટદારો જેને ગુજરાત રાજ્ય સરકારના દારૂબંધીના કાયદાનો ડર નથી, દેશી દારૂની સપ્લાય કરવાનો ખુલ્લો પરવાનો કોના આશીર્વાદથી? કૃષ્ણનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂના કટ્ટાઓની હેરાફેરીનો વિડીયો વાયરલ!

Phone: 9998685264.

રાજકોટ / બુટલેગર અલ્તાફ પાસેથી પોલીસને મળી હતી ડાયરી? 64 પોલીસકર્મીઓના નામ આ ડાયરીમાં લખેલા હતા! માત્ર 7 પોલીસકર્મીઓ સામે થઈ કાર્યવાહી? તોડ કર્યો હોવાની માહિતી પણ હતી ડાયરીમાં?

Phone: 9998685264.

Leave a Comment