Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત સીટીને સ્વચ્છતાના નામે ભલે એવોર્ડ મળ્યો પણ પડદા પાછળનું સત્ય કંઇ અલગ: જીગ્નેશ મોદી

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 3030

સુરતના કડોદરામાં લોકો જાહેરમાં જ કરે છે લધુશંકા
જાહેર રોડ પરથી પસાર થતી મહિલાઓને મુકાવુ પડે છે ક્ષોભ જનક સ્થિતીમાં

સુરત સીટીને સ્વચ્છતાના નામે ભલે એવોર્ડ મળ્યો હોય પણ પડદા પાછળનું સત્ય કંઇ અલગ જ છે.સુરતની કડોદરા નગરપાલિકા પ્રત્યે ઓરમાયુ વર્તન રખાતું હોવાનું જોવા મળ્યું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને લઇ જે કામ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓએ કરવું જોઇએ તે કામ કોંગ્રેસના નેતાને કરવું પડી રહ્યું છે. સુરતના કડોદરામાં ગંદકી અને જાહેરમાં શૌચ તેમજ લધુંશંકાને લઇ
સુરત જિલ્લા કોંગ્રેસના મંત્રી જીગ્નેશ મોદી દ્વારા કડોદરા નગરપાલિકાના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

કડોદરા નેશનલ હાઇવે 48 ની બાજુમાં પુલ નીચે રોજગારીનું કામ કરતા મજૂરો જાહેરમાં જ શૌચ અને સંડાસ કરતા હોય છે. આ જગ્યાએ લોકોના માટે શૌચાલયની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે લોકો જાહેરમાં જ ગંદકી કરતાં તસવીરમાં નજરે પડી રહ્યા છે.

સુરત જિલ્લાના કોંગ્રેસ પક્ષના મંત્રી અને કડોદરા વિસ્તારના લડાયક નેતા અને સમાજસેવક જીગ્નેશ મોદીએ કડોદરા વિસ્તારમાં ઠેર ઠેર થતી ગંદકી, કચરાના ઢગ, જાહેરમાં શૌચ અને સંડાસના દ્રશ્યો જોઈ કડોદરાની સ્થાનિક જનતાના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે મીડિયા સાથે સંપર્ક કરીને જણાવ્યું હતું કે આ તમામ બાબતે સ્થાનિક લોકોએ કડોદરા નગરપાલિકાનો સંપર્ક કરી સમસ્યાનો નિકાલ કરવા અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ નગરપાલિકાના અધિકારીઓ જાણે સરકારના સ્વચ્છતા અભિયાન અને પોતાની નૈતિક ફરજને ભૂલી ગયા હોય તેમ કોઈ કાર્યવાહી કરતા નથી. જેથી કડોદરાની સ્થાનિક જનતા ગંદકી અને અસહ્ય દુર્ગંધ થી કંટાળી જઈ આખરે જીગ્નેશ મોદીને રજુઆત કરવા પહોંચી હતી.

સુરત જિલ્લાના કડોદરા ખાતે અનેક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ગંદકી અને કચરાનો યોગ્ય સમયસર નિકાલ ન કરતા હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.તો અમુક જગ્યાએ શૌચાલય ન હોવાના કારણે મજૂરી કરતા લોકો જાહેર રસ્તા ઉપર શૌચ અને સંડાસ કરતા હોવાના દ્રશ્યો નજરે પડ્યા છે. સરકાર દ્વારા શરુ કરાયેલ સ્વછતા અભિયાન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા વ્યર્થ ગયા હોય તેવો ચિતાર જોવા મળી રહ્યો છે.જેના લીધે કહી શકાય કે સુરત જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા થયાં છે.કારણ કે જિલ્લાના અનેક વિસ્તારો ગંદકીના સમ્રાજ્યો વચ્ચે ખદબદી રહ્યા છે. કડોદરાની વાત કરીએ તો કૃષ્ણનગર, કડોદરા નગરપાલિકા આરોગ્ય કેન્દ્ર, નેશનલ હાઇવે 48 તેમજ કડોદરા થી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા વરેલી ગામમાં પણ ગંદકી અને રોડ રસ્તા ઉપર રખડતા ઢોરનો અતિશય ત્રાસ હોવાના લીધે સ્થાનિક નાગરિકો પરેશાન છે. વરેલી રોડ પર અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અને ઘણા બનાવોમાં વાહન ચાલકો ઢોરો ના કારણે ઘાયલ થયા હોય તેવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તો ખુદ નગરપાલિકાની બહાર તેમજ તેની આજુબાજુના પટ્ટાઓ પર કચરાના ઢગ પડ્યા હોવાના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયાં છે.જેની રજુઆત સુરત જિલ્લા કૉંગેસના લડાયક મંત્રી જીગ્નેશ મોદીએ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને કરી હતી તેમ છતાં કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલા અધિકારીઓ જાગતા પણ નથી અને મૂંગા બહેરા બની સાંભળતા પણ નથી હોવાનો ગંભીર આક્ષેપ જીગ્નેશ મોદીએ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે કડોદરા નગરપાલિકાની આજુબાજુ ઠેર ઠેર ગંદકી,કચરાના ઢગ, અને રોડ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. જે બાબતની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા અને આગેવાનો દ્વારા કડોદરા નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને વારંવાર કરવા છતાં આજ દિન સુધી આ પ્રશ્નનો કોઈ નિરાકરણ થયેલ નથી. જેથી સુરત જિલ્લાના કોંગ્રેસના મંત્રી અને કડોદરા વિસ્તારના સામાજિક કાર્યકર્તા અને આગેવાન જીગ્નેશ મોદી પ્રજાને પડતી હાલાકીના પ્રશ્નોના નિવારણ માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા તૈયાર છે. અને આવનાર સમયમાં સ્થાનિક લોકોના મોટા સમૂહ સાથે કડોદરા નગરપાલિકાના કસૂરવાર અને મૂંગા બહેરા જવાબદાર અધિકારીઓ સામે ઉગ્ર દેખાવ અને આંદોલન કરવાના કાર્યક્રમો કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

જે કામ ભાજપના નેતા અને આગેવાનોને કરવો જોઈએ તે કામ કરવાનું બીડું હવે સુરત જિલ્લાના કોંગ્રેસના મંત્રી અને સામાજિક સેવક કે જેમને કડોદરા વિસ્તારમાં લોકોની મદદ કરવા માટે 108ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે એવા જીગ્નેશ મોદી કડોદરાના સ્થાનિક લોકોને ગંદકીના સામ્રાજ્યમાંથી છૂટકારો અપાવવા માટે કમર કસી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત સીટીને સ્વચ્છતાના નામે ભલે એવોર્ડ મળ્યો પણ પડદા પાછળનું સત્ય કંઇ અલગ: જીગ્નેશ મોદી

Related posts

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Phone: 9998685264.

પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફીનું આયોજન મુશ્કેલ! ઇસ્લામાબાદમાં PTI ના નેતાની ગોળી મારી હત્યાં બાદ હિંસાઓ ફાટી નીકળી, જુઓ વિડીયો

Phone: 9998685264.

ગાંધીનગરમાં આશાવર્કર બહેનોએ કર્યો શક્તિ પ્રદર્શન, કાયમી કરવા, ઈન્સેન્ટિવ વધારવા સહીતની વિવિધ માંગણીઓને લઈ રેલી યોજી! પોલીસ અને આશાવર્કર બહેનો વચ્ચે ઘર્ષણ, 750 થી વધુની અટકાયત

Phone: 9998685264.

Leave a Comment