Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત/ જિલ્લા પોલીસ અને એનજીઓ ની અનોખી પહેલ, ઓલપાડની 50 થી વધુ મહિલા બુટલેગર બહેનોને આત્મનિર્ભર બનાવવા અભિયાન શરુ કર્યું

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 301

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ઓલપાડમાં લવાછા ગામે પણ દારૂની બદી સાથે ઘણા લોકો મજબૂરીવશ જોડાયેલા
આવા લોકોને બહાર કાઢવાનું કામ સુરત જિલ્લા પોલીસ અને સ્થાનિક એનજીઓએ સાથે મળીને કર્યું
ગામની 50 જેટલી બુટલેગર મહિલાઓને સાથે લઈને તેમને આત્મનિર્ભર બનવાની ટ્રેનીંગ આપવાનું શરૂ કરાયું

ગુજરાતમાં ભલે દારૂબંધીનો કાયદો અમલમાં હોય પણ અહીં ગામડે ગામડે દારૂ મળે છે તે વાત પણ હકીકત છે. દક્ષિણ ગુજરાતમાં ઓલપાડમાં લવાછા ગામે પણ દારૂની બદી સાથે ઘણા લોકો મજબૂરીવશ જોડાયેલા છે. જોકે આવા લોકોને બહાર કાઢવાનું કામ સુરત જિલ્લા પોલીસ અને સ્થાનિક એનજીઓએ સાથે મળીને કર્યું છે.

ઓલપાડ ના લવાછા ગામે મહિલાઓ પણ આ દારૂના ધંધા સાથે જોડાયેલી છે. ઘર પરિવારનું ગુજરાન ચલાવવા અને આર્થિક રીતે મદદ કરવા તેઓ નાછૂટકે આ ધંધા સાથે જોડાઈ છે. ત્યારે આવી મહિલાઓને આ દુષણમાંથી બહાર લાવવા માટે સ્થાનિક એનજીઓ અને સુરત જિલ્લા પોલીસે એક અભિયાન હાથ ધર્યું છે.

પ્રાથમિક તબક્કે આ ગામની 50 જેટલી બુટલેગર મહિલાઓને સાથે લઈને તેમને આત્મનિર્ભર બનવાની ટ્રેનીંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓને ખાતર બનાવવા, પાપડ વણવા, નાના નાના ગૃહ ઉદ્યોગો જે આ મહિલાઓને આર્થિક મદદ કરી શકે તે માટે તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જિલ્લા એસપી ઉષા રાડાના જણાવ્યા પ્રમાણે આ ગામની મહિલાઓને તાલીમ આપીને સ્વનિર્ભર કરવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં એનજીઓ સાથે મળીને તેમને પગભર થવા માટે તાલીમ આપવામાં આવશે.

સ્થાનિક એનજીઓના અગ્રણીના જણાવ્યા પ્રમાણે આ ગામની 50 જેટલી બુટલેગર મહિલાઓને અમે તાલીમ આપવાનું શરૂ કર્યું છે. નાના નાના ગૃહ ઉદ્યોગ બાબતે તેઓને ટ્રેનિંગ આપીને તેઓ પરિવારમાં આર્થિક મદદરૂપ થઇ રહે તે માટે અમે કામ કરી રહ્યા છે. અમે ભવિષ્યમાં તેઓને આ કામમાં આગળ આવવા બેન્ક લોન પણ પ્રોવાઇડ કરીશું.

આમ, પોલીસ અને એનજીઓની મદદથી આ એક ઉમદા કાર્ય દારૂના ધંધા સાથે જોડાયેલા લોકોને અને ખાસ કરીને મહિલાઓને તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત/ જિલ્લા પોલીસ અને એનજીઓ ની અનોખી પહેલ, ઓલપાડની 50 થી વધુ મહિલા બુટલેગર બહેનોને આત્મનિર્ભર બનાવવા અભિયાન શરુ કર્યું

Related posts

એશિયા કપ 2022 નું ચેમ્પિયન બન્યું શ્રીલંકા, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવી છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, રાજપક્ષે અને હસરંગા રહ્યા મેચના હીરો

Phone: 9998685264.

અરે.. આરોપીથી આવું તો શુ પૂછી લીધું કે પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું! હુમલો કરનાર આરોપી કોણ, SP મયુર ચાવડા હોસ્પિટલ દોડી આવ્યા, જાણો સમગ્ર મામલો….

Phone: 9998685264.

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

Phone: 9998685264.

Leave a Comment